SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ ૯૭૭ પ્ર. જિનેન્દ્ર ભગવાનની પ્રતિમાની પૂજા, ભક્તિ આદિ શું મિથ્યાત્વ છે? શાસ્ત્રમાં શું તેને નિષેધ છે ? ઉ. દિગંબરમત અને શ્વેતાંબરના મૂર્તિપૂજક મત પ્રમાણે તેને નિષેધ નથી તેમજ પ્રતિમાની પૂજા કોઈ મિથ્યાત્વ નથી. ફક્ત તાંબરના લોકાગચ્છ અથવા ઢુંઢિયામતમાં તેને નિષેધ છે. અજ્ઞાની જીવા તે ભગવાનને સ્થાપના નિક્ષેપમાં જ આત્મા માની લે છે. સ્થાપન નિક્ષેપ એટલે પ્રતિમા. ભાવનિક્ષેપ એટલે સ્વ આત્મા. સ્થાપનાનિક્ષેપમાં જ ભાવ ભગવાન માની લે તે તો ભ્રમ છે જ, તેમાં આત્મા માનો એ મોટી ભૂલ છે. અજ્ઞાની ત્યાં આત્માને જેવા જાય છે પણ આત્મા મળતો નથી. દેવાલયમાં સાક્ષાત દેવ નથી, પક્ષ વ્યવહાર દેવ છે. ભગવાનની પ્રતિમા છે જ નહિ એમ માને તે પણ મૂઢ છે અને તેનાથી આત્માની પ્રાપ્તિ થાય, એમ માનનાર પણ મૂઢ છે, જ્યારે અંતરમાં ટકી ન શકે ત્યારે ભગવાનની પૂજા-ભક્તિના શુભભાવરૂપ વ્યવહાર હોય જ. જેમ સિંહની મૂતિને જોઈને મને ખાઈ જશે એમ માને તે મૂઢ છે, તેમ ભગવાનની મૂર્તિ મને સંસાર સમુદ્રથી તારી દેશે એમ માને તે મૂઢ છે. ભગવાનની પ્રતિમા ભગવાન કેવા હતા તેનું સ્વરૂપ દેખાડવામાં નિમિત્ત છે. ભગવાનનું તે સ્મરણ કરાવે છે માટે મતિને મૂર્તિ માનવી, પરમાત્મા ન માનવા તે યથાર્થ જ્ઞાન છે. દીપ, સુખડ, ચેખા, આભરણ, સ્નાન, ફૂલ, આભૂષણ, ક્રિયાકાંડ વગેરેને ભલે નિષેધ કરે પણ પ્રતિમા જ્યાં સુધી આત્મધ્યાન, અને સત્ પુરુષના શુદ્ધ સ્વરૂપની ચેષ્ટાને વિષે વૃત્તિ રાખવામાં નિમિત્તરૂપ હોય ત્યાં તેને નિષેધ ન હોય. જે કાંઈ નિમિત્ત આત્માને ઉચ્ચ દશાએ ધરે અને વર્ધમાન કરે, અંતરમાં નિર્દોષ આનંદ અને ઉલ્લાસ ઉત્પન્ન કરે તે નિમિત્તની અવગણના કેમ, થાય ? ન જ થાય. પ્રતિમા તે ભગવાન નથી. પ્રતિમા પાસે અપેક્ષા રાખી પૂજા કરવી તે મિથ્યાત્વ છે. પણ પ્રતિમાના દર્શન આત્માના ભેદ જ્ઞાન સાબુ ભયો, સમરસ નિરમલ નીર, ધોબી અંતર આતમા, ધોવે નિજ ગુણુ ચીર, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy