SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ પ્ર. કુલ મળીને ઈન્દ્રો કેટલા છે ? ઉ. ભવનવાસી દેવના ૪૦ ઈન્દ્ર, વ્યંતર દેવના ૩૨ ઈન્દ્ર, કલ્પવાસી દેના ૨૪ ઈન્દ્ર, જ્યોતિષી દેવોના ચંદ્ર અને સૂર્ય એ ૨ ઈન્દ્ર, મનુષ્યને ૧ ઇન્દ્ર ચક્રવર્તી અને તિર્યંચને ૧ ઈન્દ્ર સિંહ–એ રીત બધા મળીને ૧૦૦ ઇન્દ્રો છે. ૨૨ પ્ર. શું વિમાન તથા સિદ્ધ શિલા આદિ આકાશમાં નિરાધાર રહેલાં છે ? ઉ. હા; તેને તે પ્રમાણે લેક સ્વભાવજગદ્ધર્મ છે. ભગવાન અરિહંતના જન્માભિષેક આદિ પ્રસંગો ઉપર દેવોના આસનનું કંપિત થવું એ પણ કાનુભાવનું જ કાર્ય છે. (બીજી રીતે કહીએ તે) વાતવલય જેને સમસ્ત લેકને ઘેરીને રાખે છે, તેના આધારથી લેક આકાશમાં સ્થિત છે. ૨૩ પ્ર. નરક્તી ભૂમિ સંજીવની કેમ કહેવાય છે ? ઉ, કારણ કે ત્યાં અત્યંત દુઃખ પામીને પણ (કપાતાં, છેદાતા, ખુદાતાં, દાતા, હણાતાં, બાળતાં છતાં) પણ નારજીવો અકાળે મરતા નથી. તેમજ આયુષ્ય ઘણું લાંબું હોય છે. ૨૪ પ્ર. તે ધર્મ કરણ કરવાના દેશ અને કાળ કયા છે ? ઉ. અઢી દ્વીપમાં કર્મભૂમિ મનુષ્યનાં પંદર ક્ષેત્ર માત્ર ધર્મ કરણી કરવાનાં રહ્યાં. એ પંદર ક્ષેત્રમાં પાંચ મહાવિદેહ ક્ષેત્ર છે, ત્યાં તાં સદાકાળ જૈન ધર્મ પ્રવર્તે છે, અને બાકીનાં પાંચ ભરત ક્ષેત્ર અને પાંચ ઈરવત ક્ષેત્રમાં દશ ક્રોડાકોડી સાગરને સપિણું કાળમાંથી એક કોડાક્રોડ સાગરથી સહેજ વધારે વખત ધર્મકર્મ કરવાનું રહે છે. પાંચ ભરત ને પાંચ ઈરવત એ દશ ક્ષેત્રમાંના એકેક ક્ષેત્રમાં બત્રીસ હજાર દેશ છે. બત્રીસ હજાર દેશમાંથી પણ ધર્મકર્મ કરવાના તે માત્ર સાડાપચીસ આર્ય દેશ જ છે. જીવવાના ભાવે તો અનંત વખત છે, પણ મરવાના ભાવે કેઈ વખત જ નથી. મવાના ભાવે છે તો કરી તેને જન્મ લેવો જ ન પડે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy