SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૧ છે. જેને જગત અનાદિ છે એમ બેધડક કહી કતને ઉડાડ્યો હશે. તે પુરુષે શું કંઈ સર્વજ્ઞતાના ગુપ્ત ભેદ વિને કર્યું હશે ? જિનેશ્વરેને એવું કોઈ પણ કારણ નહોતું કે જે નિમિત્તે તેઓ મૃષા કે પક્ષપાતી બધે; તેમ તેઓ અજ્ઞાની ન હતા, કે એથી મૃષા બોધાઈ જવાય. જે જગકર્તા હોત તો એમ કહેવાથી એના લાભને કંઈ હાનિ પહોંચતી હતી ? જગર્તા નથી, જગત અનાદિ અનંત છે એમ કહેવામાં એમને કંઈ મહત્તા મળી જતી હતી ? એક રજકણથી કરીને આખા જગતના વિચારો જેણે સર્વ ભેદે. કહ્યા છે, તેવા પુરુષોનાં પવિત્ર દર્શનને નાસ્તિક કહેનારા કઈ ગતિને પામશે એ વિચારતાં દયા આવે છે. આત્માનું જેવું સ્વરૂપ છે તેવું જ માનવાવાળે આસ્તિક કહેવાય છે અને વિપરીત માનવાવાળે નાસ્તિક કહેવાય છે. ૯૦૯ પ્ર. અન્ય દર્શનીએ કહેલું કથન આપણાથી માન્ય રાખી શકાય ખરૂં ? ઉ. અન્યનું વચન એમ ને એમ સ્વીકારી લેવું જોખમી છે. કિન્ત વિચારવિમર્શ કરતાં અન્ય કથિત વચન અર્થથી જિનાજ્ઞા સાથે જે સંગત જણાય તેને સ્વીકારવામાં કંઈ અનુચિત થતું નથી. અર્થથી, જેને જિનાજ્ઞા સાથે બાધ ન હોય એ વચન પ્રત્યે અરુચિ રાખવાં એ મેહને જ ચાળે છે. (મારું એ જ સાચું એમ નહીં પણ સાચું એ મારું). જૈન ધર્મને અન્ય ધર્મની સાથે સમન્વય. કરો તે રેશમ અને કતાનના સમન્વય કરવા જેવું વ્યર્થ છે. અમૃત અને વિશ્વના મિશ્રણ કરવા બરાબર છે. (જૈન ધર્મ રેશમ અને અમૃત તૂલ્ય છે.) (જુઓ પ્રશ્ન-૯૦૭) ૯૧૦ પ્ર. જિનાજ્ઞા એટલે શું તે ટૂંકમાં કહો ? ઉ. ટૂંકમાં જિનાજ્ઞા આટલી જ છે કે જેનાથી વ્યક્તિ પોતે રાગદ્વેષમાંથી, છૂટકારો મેળવી શકતી હોય એ તેણે કરવું–આચરવું. ૯૧૧ પ્ર. ધર્મના મુખ્ય અંગ ક્યા પ્રકારે કહ્યાં છે ? ઉ. “ઉત્તરાધ્યયનમાં ધર્મનાં મુખ્ય ચાર અંગ કહ્યાં છે ? આત્મપરિણામથી જેટલા અન્ય પદાર્થનો તાદામ્ય અધ્યાસ નિવતા તેને શ્રી જિન ત્યાગ કહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy