SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૭ તે પરિણતિ કરનાર આત્મા છે અને તે શરીરને વિષે રહી કરે છે: માટે ત્યાં આગળ એટલે શરીરને વિષે રહેલો છે જે આત્મા, તે જે ક્ષેત્રે છે તે ક્ષેત્રે રહેલાં એવાં જે પુદગલ પરમાણું, તેને ગ્રહીને બંધ બાંધે છે, બહાર ગ્રહવા જતે નથી. ૧૭૧૯ પ્ર. જીવ શું બધાં જ કર્મબંધો માટે માત્ર શરીરમાંથી પુદગલ ગ્રહણ કરીને કર્મ બાંધે છે ? ઉ. હા; જીવ કર્મબંધ જે કરે છે, તે દેહસ્થિત રહેલ જે આકાશ તેને વિષે રહેલાં જે સૂક્ષ્મ પુદ્ગલ તેમાંથી ગ્રહીને કર્મબંધ કરે છે. બહારથી લઈ કર્મ બાંધતા નથી. ૭૨૦ પ્ર. અંતરાલ ગતિમાં કર્મ પુદગલનું ગ્રહણ કરાય છે કે નહિ ? ઉ. કરાય છે. ૭૨ ૧ પ્ર. કેવી રીતે ? ઉ. અંતરાલ ગતિમાં પણ સંસારી અને કાશ્મણ શરીર અવશ્ય હોય છે, એથી એ શરીરજન્ય આત્મ પ્રદેશનું કંપન, જેને કામણગ કહે છે, તે પણ અવશ્ય હોય છે જ. જ્યારે યોગ હોય છે, ત્યારે કર્મ પુદ્ગલનું ગ્રહણ પણ અનિવાર્ય હોય છે, કેમ કે ગ જ કર્મ વર્ગણાના આકર્ષણનું કારણ છે. ૬૭૨૨ પ્ર. જે જીવ કર્મ પુદ્ગલથી ભારે થયે હોય તે જીવ શરીર પણ મોટું ગ્રહણ કરે ? ઉ. ના. જેમ જેમ જીવ કર્મ પુદ્ગલ વધારે ગ્રહણ કરે છે, તેમ તેમ તે વધારે નિબિડ થઈ નાના દેહને વિષે રહે છે. ૭૨૩ પ્ર. કર્મોને પ્રદેશબંધ એટલે શું ? ઉ. પ્રદેશબંધને અર્થ પરિભાષાએ : પરમાણુ સામાન્યપણે એક પ્રદેશાવગાહી છે. તેવું એક પરમાણુનું પ્રહણ તે એક પ્રદેશ કહેવાય. જીવ અનંત પરમાણુ કર્મબંધે ગ્રહણ કરે છે. તે પરમાણુ વિસ્તર્યા હોય તો અનંતપ્રદેશી થઈ શકે, તેથી અનંતપ્રદેશને બંધ કહેવાય. ૭૨૪ પ્ર. બધાં કમેને ક્ષય થઈ શકે ? મુનિવ્રતધાર અનંતવાર રીવક ઉપજાય; પૈ નિજ આતમ જ્ઞાન વિના સુખ લેશ ન પાયો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy