SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ વેશ્યાના વિલાસમાં મોહ પામશે. ધર્મ, કર્મ અને ખરી રાજનીતિ ભૂલી જશે, અન્યાયને જન્મ આપશે, જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે, પતે પાપિષ્ટ આચરણે સેવી પ્રજા આગળ તે પળાવતા જશે, રાજબીજને નામે શન્યતા આવી જશે. નીચ મંત્રીઓની મહત્ત વધતી જશે. એઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાને રાજાને ઉપદેશ આપશે. શીયળભંગ કરવાને ધર્મ રાજાને અંગીકાર. કરાવશે, શર્યાદિક સદ્ગણોને નાશ કરાવશે, મૃગયાદિક પાપમાં અંધ બનાવશે, રાજ્યાધિકારીઓ પિતાના અધિકારથી હજારગણું અહં પદના રાખશે. વિ લાલચુ અને લેભી થઈ જશે. સવિદ્યાને દાટી દેશે; સંસારી સાધનને ધર્મ કરાવશે. વૈશ્ય માયાવી, કેવળ સ્વાર્થી અને કઠોર હૃદયના થતા જશે. સમગ્ર મનુષ્યવર્ગની સદ્વૃત્તિઓ ઘટતી જશે. અકૃત અને ભયંકર કૃત્ય કરતાં તેઓની વૃત્તિ અટકશે નહિ. વિવેક, વિનય, સરળતા ઇત્યાદિ સદ્ગણે ઘટતા જશે. અનુકંપાને નામે હીનતા થશે, માતા કરતાં પત્નીમાં પ્રેમ વધશે, પિતા કરતાં પુત્રમાં પ્રેમ વધશે; પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી જશે, સ્નાનથી પવિત્રતા ગણાશે, ધનથી ઉત્તમ કુળ ગણાશે, ગુરુથી શિષ્યો આગળ ચાલશે, ભૂમિને રસ ઘટી જશે. સંક્ષેપમાં કહેવાને ભાવાર્થ કે ઉત્તમ વસ્તુની ક્ષીણતા છે અને કનિષ્ઠ વસ્તુને ઉદય છે. પંચમકાળનું સ્વરૂપ આમાંનું પ્રત્યક્ષ સૂચવન પણ કેટલું બધું કરે છે ? મનુષ્ય સદ્ધર્મવમાં પરિપૂર્ણ શ્રદ્ધાવાન નહિ થઈ શકે; સંપૂર્ણ તત્ત્વજ્ઞાન નહિ પામી શકે, જંબુસ્વામીના નિર્વાણ પછી દશ નિર્વાણ. વસ્તુ આ ભરતક્ષેત્રથી વ્યવરચ્છેદ ગઈ. ૪૬૨ પ્ર. કાળ દ્રવ્યને વિશેષ પ્રકારે સમજાવો ? ઉ. કાળ, મૂળ દ્રવ્ય નથી. ઔપચારિક દ્રવ્ય છે અને તે જીવ તથા અજીવમાંથી ઉત્પન્ન થયેલ છે; અથવા જીવાજીવની પ્રર્યાય અવસ્થા તે કાળ છે. દરેક દ્રવ્યના અનંતા ધર્મ છે; તેમાં ઊર્ધ્વપ્રચય અને તિર્યકપ્રચય એવા બે ધર્મ છે; અને કાળ વિષે તિર્યપ્રચય ધર્મ જિંદગી ટૂંકી છે, અને જો જાળ લાંબી છે, માટે જ જાળ ટૂંકી કર તો સુખરૂપે જિદગી લાંબી લાગશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy