SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૯ ૪૦૬ પ્ર. કંધ પુદગલને કેટલા પ્રકાર છે ? ઉ. સ્કંધ પુદ્ગલના છ પ્રકાર અને દષ્ટાંત આ પ્રમાણે :- અતિસ્થૂળ (પૃવી), સ્થૂળ (જળ, સ્થૂળ-સૂક્ષ્મ (છાયા-પ્રકાશાદિ નેન્દ્રિય વિષય), સૂક્ષ્મ-સ્થળ (રસ-ગંધ-સ્પર્શ-શબ્દ વગેરે શેષ ઈન્દ્રિય વિષય), સૂક્ષ્મ ( કાણુ સ્કંધ), અને અતિ–સૂક્ષ્મ (પરમાણુ. ૪૦૭ ક. છ દ્રવ્યોમાં કેટલાં સક્રિય અને કેટલાં નિષ્ક્રિય છે ? ઉ. જીવ અને પુદ્ગલકાય-આ બે દ્રવ્યો સક્રિય છે. બાકીનાં બધાં (ચાર દ્રવ્ય) નિષ્ક્રિય છે. ૪૦૮ પ્ર. જીવ કયા સાધનથી સક્રિય બને છે ? ઉ. જીવ સક્રિય બને છે તેમાં કર્મ, કર્મરૂપ પુગલ બાહ્ય સાધન છે. ૪૦૯ પ્ર. પુદ્ગલ ક્યા સાધનથી સક્રિય બને છે ? ઉ. પુદ્ગલ સક્રિય બને છે તેમાં કાળવ્ય બાહ્ય સાધન છે. ૪૧૦ પ્ર. પ્રત્યેક દ્રવ્યમાં ક્યા ક્યા વિશેષ ગુણ છે ? ઉ. જીવ દ્રવ્યમાં ચિતન્ય (દર્શન, જ્ઞાન), શ્રદ્ધા (સમ્યક્ત્વ), ચારિત્ર, સુખ, વીર્ય, ક્રિયાવતી શકિત, વૈભાવિક શક્તિ વગેરે. પુદ્ગલ દ્રવ્યમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, ક્રિયાવતી શક્તિ વગેરે, ધર્મ દ્રવ્યમાં ગતિ હેતુત્વ વગેરે, એટલે જીવ તથા પુલને ગતિ કરવામાં જે સહાયકારી થાય તે ધર્મ દ્રવ્ય. અધર્મ દ્રવ્યમાં સ્થિતિ હેતુત્વ વગેરે, એટલે જીવ અને પુદ્ગલને સ્થિર રહેવામાં જે સહાયકારી થાય તે અધર્મ દ્રવ્ય. આકાશ દ્રવ્યમાં અવગાહન હેતુત્વ વગેરે, એટલે જીવાદિક પાંચે દ્રવ્યને જે રહેવાની જગ્યા આપે છે તે આકાશ. કાળ દ્રવ્યમાં પરિણમન હેતુત્વ વગેરે. કેઈ અન્ય દ્રવ્ય (જીવ કે પુલ) એકબીજાને ગમન કે સ્થિર કરાવી શક્તા નથી પણ તે બન્ને દ્રવ્ય પિતાપિતાની ક્રિયાવતી ઝેર રાખવું એ ભયંકર નથી પણ ઝેરને ઉપયોગ કરવા એ ભયંકર છે–તેમ સંસાર ભયંકર નથી પણ મન સંસારમાં રાખવું તે ભયંકર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy