SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ છે કે નહિ અથવા મનથી વિચાર કરે છે કે નહિ. મડદામાં આ. ઉપગમાંથી કઈ પણ ઉપગ હોતો નથી. કારણ કે ત્યાં ઉપયોગ. ધરનારે આત્મા રહ્યો નથી. (જુઓ પ્રશ્ન ૧૩૩૭) ૩૭૮ પ્ર. આ જગતમાં શાશ્વત અને અશાશ્વત શું છે? ઉ. મૂળ દ્રવ્ય શાશ્વત મૂળ દ્રવ્ય : જીવ, અજીવ. પર્યાય : અશાશ્વત. અનાદિ નિત્યપર્યાયઃ મેરુ, આદિ. ૩૭૯ છે. જીવ દ્રવ્ય કેને કહે છે? ઉ. જેમાં ચેતના અર્થાત જ્ઞાન-દર્શનરૂપ શક્તિ છે તેને જીવ દ્રવ્ય. કહે છે (જીવ આત્મા). ૩૮૦ પ્ર. પુગલ દ્રવ્ય કેને કહે છે ? ઉ. જેમાં સ્પર્શ, રસ, ગંધ અને વર્ણ એ ગુણે હેય તેને પુદ્ગલ. દ્રવ્ય કહે છે. શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષ (લુખ), કમળ (નરમ અથવા સુંવાળે), કઠોર (અથવા કર્કશ, અથવા કઠણુ), હલકે, ભારે–એ આઠ સ્પર્શ; તીખો, કડવો, કષાય, (ર), ખાટે અને મધુર–એ પાંચ રસ; સુગંધ અને દુર્ગધ–એ બે ગંધકત, પીત, નીલ, લાલ અને કૃષ્ણ–એ પાંચ રંગ (વર્ણ). ૩૮૧ પ્ર. પુદ્ગલના કેટલા ભેદ છે ? ઉ. બે ભેદ છે-પરમાણુ અને સ્કંધ. ૩૮૨ પ્ર. પરમાણુ કેને કહે છે ? ઉ, જેને બીજો ભાગ થઈ શકતો નથી એવા સૌથી નાના પુદ્ગલને. પરમાણુ કહે છે. ૩૮૩ પ્ર. સકંધ કેને કહે છે? ઉ. બે કે બેથી અધિક પરમાણુઓના બંધને સ્કંધ કહે છે. આખી વસ્તુ તે સ્કંધ, તેથી ઓછે તે ધદેશ, અર્ધથી ઓછો તે સ્કંધપ્રદેશ, અને અવિભાગી તે પરમાણુ. પરમાણુ સ્કંધ થવાથી મૂત બને છે. પરમાણુ એકલે હોય ત્યારે ઈન્દ્રિયગોચર થતો નથી. એક પ્રદેશમાં એક પરમાણુ રહે, તે જ જગ્યાએ બીજા અનંત પરમાણુ સ્કંધપણે - પિતે પોતાને વેરી, તે આ કેવી ખરી વાત છે ! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy