SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઉ. અનેક છે, પરંતુ તેમાં મુખ્ય છ છે. (૧) અસ્તિત્વ, (૨) વસ્તૃત્વ, (૩) દ્રવ્યત્વ, (૪) પ્રમેયત્વ, (૫) અગુરુલઘુત્વ, (૬) પ્રદેશત્વ. ૩૫૭ પ્ર. અસ્તિત્વ ગુણ કેને કહે ? ઉ. જે શક્તિને કારણે દ્રવ્યને કદી પણ નાશ ન થાય, કેઈથી ઉત્પન્ન પણ ન થાય તેને અસ્તિત્વ ગુણ કહે છે. ૩૫૮ પ્ર. જીવના અસ્તિત્વ ગુણને જાણવાથી શું લાભ થાય ? ઉ. હું સ્વતંત્ર અનાદિ અનંત મારાથી ટકી રહેનારે છું. કોઈ પરથી અને કેઈ સંગથી મારી ઉત્પત્તિ થઈ નથી તથા મારે કદી નાશ થતો નથી એમ અસ્તિત્વ ગુણને જાણવાથી લાભ થાય છે અને તેથી મરણને ભય ટળી જાય છે. ૩૫૯ પ્ર. વસ્તુત્વ ગુણ કોને કહે છે? ઉ. જે શક્તિને કારણથી દ્રવ્યમાં અર્થ ક્રિયા કરવાપણું હોય તેને વસ્તુત્વ ગુણ કહે છે. જેમ કે ઘડાની અર્થ ક્રિયા જળ-ધારણ, આત્માની અર્થક્રિયા જાણવું વગેરે. ૩૬૦ પ્ર. દ્રવ્યત્વ ગુણ કોને કહે છે ? - ઉ. જે શક્તિના કારણથી દ્રવ્યની અવસ્થાઓ નિરંતર બદલાયા કરે છે તેને દ્રવ્યત્વગુણ કહે છે. ૩૬૧ પ્ર. દ્રવ્યત્વે ગુણ ઉપરથી શું સમજવું જોઈએ ? ૩. બધા દ્રવ્યોની અવસ્થાઓનું પરિવર્તન બદલવું) નિરંતર તેના પિતાથી પિતામાંથી જ થયા કરે છે, પણ બીજુ કાઈ તેની અવસ્થા બદલતું નથી, જીવમાં અજ્ઞાનદશા છે તે સદાય એકસરખી રહેતી નથી. ૩૬૨ પ્ર. દ્રવ્યત્વ ગુણ અને વસ્તુત્વ ગુણના ભાવમાં શું ફેર ? ઉ, દરેક દ્રવ્યમાં નિરંતર સમયે નવી નવી અવસ્થા થયા કરે છે એમ દ્રવ્યત્વ ગુણ બતાવે છે; અને દરેક દ્રવ્યમાં પ્રજનભૂત ક્રિયા પિતાથી થઈ રહી છે, કોઈ દ્રવ્ય પિતાનું કામ કર્યા વિના રહેતું નથી, એમ વસ્તુત્વ ગુણ બતાવે છે. ૩૬૩ પ્ર. પ્રમેયત્વ ગુણ કેને કહે છે? ! સત એ કાંઈ દૂર નથી, પણ દૂર લાગે છે અને એ જ જીવને મેહ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy