SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭ ઉ. એક દેહત્યાગી બીજે દેહ ધારણ કરતી વખતે કોઈ જીવ જ્યારે વાટે વહેતા હોય છે ત્યારે અપ્રાપ્તિપણે તેને તેજસ અને કાર્પણ એ બે શરીર હોય છે; બાકી સર્વે સર્મ સ્થિતિમાં સર્વ જીવને ત્રણ શરીરને સંભવ શ્રી જિને કહ્યો છે : કાર્મણ, તેજસ અને ઔદારિક કે વૈક્રિય એ બેમાંનું કોઈ એક ભગવાને જે સૂક્ષ્મ એકેન્દ્રિય કહ્યા છે તે અગ્નિ આદિકથી વ્યાઘાત નથી પામતા. તે પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય હોવાથી તેને ત્રણ શરીર છે; પણ તેને જે ત્રીજું ઔદારિક શરીર છે તે એટલા સૂક્ષ્મ અવગાહનનું છે કે તેને શસ્ત્રાદિકથી સ્પર્શ ન થઈ શકે. અગ્નિ, શસ્ત્રાદિને વિષે જે અવકાશ છે, તે અવકાશમાંથી તે એકેન્દ્રિય જીવોનું સુગમપણે ગમનાગમન થઈ શકે તેમ હોવાથી તે જીવોને નાશ થઈ શકે કે તેને વ્યાધાત થાય તેવો અગ્નિ, શસ્ત્રાદિકને સંબંધ તેને થતા નથી. તેથી ઔદારિક શરીર અવિનાશી કહ્યું છે એમ નથી. સ્વભાવે કરી તે વિપરિણામ પામી અથવા ઉપાર્જિત કરેલાં એવાં એ છાનાં પૂર્વક પરિણામ પામી ઔદારિક શરીરને નાશ કરે છે. કંઈ તે શરીર બીજાથી જ નાશ પમાડયું હોય તે, જ નાશ પામે એવો પણ નિયમ નથી. ૩૧૯ પ્ર. એરણ ઉપર હથોડા મારવાથી વાયુકાય ઉત્પન્ન થાય છે ? ઉ. હા, થાય છે. એરણ અને હથોડાના અભિઘાતથી વાયુકાય ઉત્પન્ન થાય છે તે અચિત્ત હોય છે. પરંતુ એનાથી સચિત્ત વાયુકાયની હિંસા થાય છે. ૩૨. પ્ર. નિગોદમાં તેમજ કંદમૂળમાં અનંતા જીવ રહ્યા છે, તે કથન સત્ય હશે?, ઉ. સાધારણ નામકર્મના ઉદયથી એક શરીરના આશ્રયે અનંતાનંત જી સમાનરૂપે જેમાં રહે છે, મરે છે અને પેદા થાય છે, તે. અવસ્થાવાળા જીવને નિગેદ કહેવાય છે. એક રાઈ જેવડા ટુકડામાં નિગદના અસંખ્ય શરીર હોય છે અને એક નિગેદ શરીરમાં જેટલા સિદ્ધ જી થયા તેથી અનંતગુણ જીવ છે. પોતપોતાના. કાર્મણદેહ સહિત અવગાહના સર્વ જીવોની એક દેહમાં છે. નિગોદ એટલે એક ઈન્દ્રિયરૂપે જન્મી એક શ્વાસ લઈને મૂકીએ તેટલા આભાની આળખાણ થાય તો કર્મ નાશ પામે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy