SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ. તે તેને આત્માને રસ નથી, આત્મા વહાલે નથી. તેને આત્માના હિતની દરકાર નથી. He who givesHIM second place gives HIM none. જે જીવ ખાવા, પીવા, કમાવા આદિ અનેક કાર્યોમાં પુરુષાર્થ કરે છે અને ધર્મની વાતમાં ભાવિ, હેનહાર, નસીબ બતાવી સ્વભાવ સન્મુખ થવાને પુરુષાર્થ કરતો નથી, તે તે સ્વચ્છંદી છે. ૨૮૪ પ્ર. જન્માંતર માટે અથવા મોક્ષ માટે જ્યારે જીવ ગતિ કરે છે ત્યારે, અર્થાત અંતરાલગતિના સમયે, સ્થૂલ શરીર ન હોવાથી જીવ કેવી રીતે પ્રયત્ન કરે છે ? ઉ. અંતરાલગતિ બે પ્રકારની છે : ઋજુ અને વક્ર. ઋજુગતિથી સ્થાનાંતરે જતા જીવને નવો પ્રયત્ન કરે પડતું નથી, કેમ કે જ્યારે તે પૂર્વશરીર છેડે છે ત્યારે તેને પૂર્વશરીરજન્ય વેગ મળે છે; તેનાથી તે બીજા પ્રયત્ન સિવાય જ ધનુષ્યથી છૂટેલા બાણની માફક સીધે જ નવા સ્થાન ઉપર પહોંચી જાય છે. બીજી ગતિ વક્ર-વાંકી હોય છે. આ ગતિથી જનાર જીવન નો પ્રયત્ન કરે પડે છે, કેમકે પૂર્વશરીરજન્ય પ્રયત્ન જીવને જ્યાંથી વળવું પડે છે ત્યાં સુધી જ કામ કરે છે; વળવાનું સ્થાન આવતાં જ પૂર્વદેહજનિત પ્રયત્ન મંદ પડે છે. માટે ત્યાંથી સૂક્ષ્મશરીર કે જે જીવની સાથે એ સમયે પણ હોય છે, તેનાથી પ્રયત્ન થાય છે. એ સૂક્ષ્મ શરીરજન્ય પ્રયત્ન જ “કામેણુગ” કહેવાય છે. એ આશયથી સૂત્રમાં કહ્યું છે કે વિગ્રહગતિમાં કામણગ જ છે. ૨૮૫ પ્ર. ગતિશીલ પદાર્થ ગતિ કરે છે તે ક્યા નિયમથી ? ઉ. ગતિશીલ પદાર્થ બે જ પ્રકારના છે : જીવ અને પુદ્ગલ, એ બંનેમાં ગતિક્રિયાની શક્તિ છે. જીવ સ્વભાવથી ઊર્ધ્વ ગતિ કરે છે અને પદૂગલ અધોગતિ કરે છે. અશુદ્ધ આત્મા કર્મમળના દબાણથી નીચી, તિથ્વી વિગેરે, ગમે તે દિશામાં ગતિ કરે છે. નિમિત્ત મળતાં ગતિ કરવા લાગે છે. તેઓ બાહ્ય ઉપાધિથી ભલે વાંકી ગતિ કરે, જેમ દષ્ટિ પ્રાણુની તિમિર હર, તે કાર્ય છે નહીં દીપથી, ત્યમ જીવ સ્વયં સુખ પરિણમે, વિષયે કરે છે શું તહીં? Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005260
Book TitleSankshipta Jain Darshan
Original Sutra AuthorN/A
AuthorDineshchandra Joravarmal Modi
PublisherDineshchandra Joravarmal Modi
Publication Year1988
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy