________________
૩. વિ. સં. ૧૯૪૭ માગ. સુ. ૭ ખંભાતથી શ્રી મગનલાલ ભાઈચંદભાઈએ લીંબડી પૂ. શ્રી ઝવેરસાગરજી મ.ને લખેલ પત્ર
સ્વતિ શ્રી પાર્શ્વ જિન પ્રણમ્ય શ્રી લીંબડી નગરે એકવિધ અસંજમના ટાલક, દુવિધ-ધર્મના પ્રરૂપક, ત્રણ તત્ત્વ-ધારક, ચાર પ્રકારના કષાય જીપક, પંચ-મહાવ્રત મહા પાલણહાર ઈત્યાદિક અનેક ગુણોએ કરી સુબિરાજમાન શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ૧૦૦૮ શ્રી મુનિ મહારાજ શ્રી ઝવેરસાગરજી સાહેબજી જોગશ્રી ખંભાત બંદરથી લિ. આપના ચરણ કમળની સેવાનો સદા ઈચ્છુક મગનલાલ ભાઈચંદની વંદના દિનપ્રતિ ૧૦૦૮ વાર અવધારશોજી.''
અત્રે દેવગુરૂપસાયથી ઉદયયોગ સુખશાતા વર્તે છે. આપની સુખશાતાનો પત્ર હેમચંદના અક્ષર સાથે પહોંચ્યો છે.
પછી બીજી વાતો લખી. પૂ. ચરિત્રનાયકને અંગે મગનભાઈ જણાવે છે કે – “એઓને સોબત ધરમને વિશે ઉદ્યમવાને સારી રીતે રખાવજો ! કોઈ ઉલ્લંઠ અગર બાળજીવોની કરવી નહીં.'
ભણવાને વિશે સારી રીતે ઉદ્યમ કરાવશો તે બાબતમાં તમોને કંઈ લખવું પડે તેમ નથી. જેમ પરણતી ગુણનું આસ્થાનરૂપ પ્રગટ થાય તેમ સારી રીતે વરતાવવા.
હવે પૂ. ચરિત્રનાયકને ઉદ્દેશીને મગનભાઈ જણાવે છે કે – ભાઈ હેમચંદને માલુમ થાય જે કાગળ લખવામાં બે દિવસની ઢીલ થઈ છે, તેનું કારણ કે મારા શરીરે બાદી થઈ આવી હતી, તેથી
ઢીલ થઈ છે. હવેથી સારું છે. અમારી તરફની કંઈ ફિકર કરશો છે નહીં.” - તમારા શરીરનો જાપતો રાખજો! કોઈ રીતે હેરાન થશો.
શ્રી ચુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. –હરલ
IS
SS LS LL 0LS
( ૮૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org