________________
સ૨વે ખુશીમાં છે. ૫ાસણમાં મહાસુખરામ મીઠાચંદ કલ્પસૂત્રની' ચોપડી વાંચશે. પદ્મસાગરને ત્યાં લોકો બિલકુલ જતાં નથી, આપની ખુશીનો પત્ર તાકીદે લખશો.
આપ સાહેબની ચિઠ્ઠી પોંતી છે, અમોએ કાગળ તમને સુદ ૮ મોકલેલ છે, તે તમારો જવાબ આવ્યેથી જણાશે.
તમારા વિરહનું દુ:ખ ખમાતું નથી, પણ એ કહેવા પ્રાયઃ હાલ જણાય છે, તમો હમારા મનમાં રહેલ કંઈ દુઃખ જાણતા નથી. વળી રત્નાક૨ સૂરિજીએ બે બૈરીઓ રાખી હતી તેવી ગોરજી પદ્મસાગરજીએ પરૂપણા કરી છે માટે તે વાતનું શી રીતે છે ? માટે તેનો જવાબ લખશોજી.
વળી રત્નાકર પચ્ચીશીની ગાથામાં વત્ત ન વાનં પરિશીલિત 7. એ ગાથાનો અર્થ સેવકને લખી મહેરબાની કરશોજી.
(૧) વષવસાય પડિક્કમણામાં કહે છે, તે વખતે પ્રથમ ખમાસમણ દેવું કે નહીં! તેનો ઉત્તર લખજો.
(૨) પ્રથમની લખેલ હકીકતનો જવાબ ઉત્તર કરી લખશો. હું. ધરમ વિશે છું, પણ આદરા ફરી પરણાવાના કારણથી સંસારમાં ઘણો જરૂરથી બંધણીમાં પડ્યો છું, પણ શું કરૂં ? કેમ જે પસ્તાવો તો.... તે કહી શકતો નથી. સેવક ઉપર કિરપા રાખી મહેરબાની રાખી હમારા લાયક કામકાજ લખજો.
૧૯૪૩ના શ્રાવણ સુ. ૮ મંગળ, કરમચંદ. વળી લાલચંદજી..... મુબંઈ બંદ૨ છે... મુંબઈ છે તેવા.... સભા.... છે, માટે તે બાબત હમોને ખુલાસો કરશો.
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
Jain Education International
૮૨
For Private & Personal Use Only
www.jainelibrary.org