________________
5 કાંય એક સમયમાં જે પર્યાયનો વ્યય તે પર્યાયનો વ્યય તે જ પર્યાયની ઉત્પત્તિ ઈમ તો હોય જ નહીં!
વલી શ્રી ભગવતી સૂત્રને ધુરે “ચલમાણે ચલિએ” ઈત્યાદિક પ્રશ્નમાં પણિ “ઉદ્દીરિજ઼માણે ઉદીરિએ, વેદિક્ઝમાણે વેઈએ, ણિજ્જરિજ઼માણે ણિજ્જિણે''
એહમાં પણિ ઈમ કહ્યું ઉદીરણા સમયે ઉદીયું કહીએ, વેદવા સમયે વેદયું કહિએ, તથા નિર્જરવા સમઈ નિર્જયું કહિઈ!
તે માટે વેદવાનો તથા નિફ્ફરવાનો સમય જુદો છઈ!
જો જુદો ન હોય તો વેદના તથા નિર્જરા એ બે પ્રશ્ન જુદાં કિમ હોય? ઈતિ! બીજા કર્મગ્રંથની ટીકા મધ્ય બીજી ગાથાની ટીકામાં ચૌદમા ગુણઠાણાનો અર્થ કર્યો તિહાં ઈમ લખ્યું છે જે, “શૈલેષીકરણ ચરમ સમયાન્તર મુચ્છિન્નતુચતુર્વિધ કર્મબંધનત્વાન્ !”
ઈહાં પણિ શેલેષીના ચરમ સમયને અનન્તર કહેતા લગતે સમઈ ચાર કર્મ બંધન ઉચ્છિન્ન થતાં ઈત્યાદિક!
કાગળમાં કેવલી વાત લિખાય? પણિ સર્વનો રહસ્ય એ જે ચૌદમા-ગુણ ઠાણાને છેહલેં સમઈ પ્રકૃતિ ૧૨ તથા ૧૩ છતી છે અને તદનંતર સમઈ એહનો ક્ષય અને એક જ સમયે સિદ્ધિ ઈતિ તત્ત્વ.
એ વાત ગુરૂજી પાસે પણિ-ચર્ચા સહિત ઘણીવાર સાંભળી છે, તે જાણવું! ડોસા ધારસી તથા સોંસમલ તથા ઝવેરીને ધર્મલાભ કહેવો દેવ દર્શન સંભારવા!
અત્ર સંભારીઈ તે અનુમોદક! Sms શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org