SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સંઘની ચડતીના ઉપાયો જૈન સંઘની ચડતી કરવા, જે જે સત્ય ઉપાયોજી, તે તે સર્વે સેવો જૈનો, જૈન ગણો ન પરાયો, સમજી વર્તાજી. સેવાથી દિલ શુદ્ધિ, ભવીજન કરતોજી (સમજી) ૧ જ્યાં ત્યાં જેનને દેખી નમીએ, વેર ભેદને શમીએજી; મન ઈન્દ્રિયો વેગે દમીએ, અપરાધીને ખમીયે. (સમજી) ૨ ખર્ચ નકામા કરીએ ન ક્યારે, જાઠી કીર્તિ તજીએજી; બાળલગ્નને વૃદ્ધ લગ્નથી, વેગળા રહી જિન ભજીએ. (સમજી) ૩ દુઃખી નિર્ધન જૈનની હારે, ચઢવું સ્વાર્પણ ભાવેજી; પ્રતિબદલા વણ નિષ્કામી થઈ, કર્મ કરો હિત દાવે. (સમજી) ૪ જંગમ સ્થાવર તીર્થને સેવા, રક્ષણ માટે મરીયેજી; પ્રમાણીક જીવનથી જીવવા, સર્વ ઉપાયો કરીયે. (સમજી) ૫ દેવગુરૂને ધર્મની શ્રદ્ધા, જૈન ધર્મ આરાધોજી; કોટી કોટી યત્ન કરીને, સંઘોન્નતિને સાધો. (સમજી) ૬ વાતો કરતાં કાંઈ વળે નહી, કાર્ય કરો અધિકારેજી; જૈન સાચા ક્યાંયે ન હારે, આપ તરે પરતારે. (સમજી) ૭ સંઘની સેવા તે નિજ સેવા, તીર્થકર પદ સાધેજી ; સાત ક્ષેત્રના જીર્ણોદ્ધારે, આત્મોન્નતિ ઝટ વાધે. (સમજી) ૮ સંઘોદય કરવાને માટે, સ્વાર્પણ સર્વે કરીયેજી; જૈન ધર્મનું શિક્ષણ લેવા, સર્વ પ્રમાદો હરીયે. (સમજી) ૯ સંઘોદયમાં સ્વાર્થો હોમો, પાછું વાળીને ન પખાજી ; મા દુર્ગુણ ટાળો સગુણ ધારો, દોષની દ્રષ્ટિ ઉવેખો. (સમજી) ૧૦ Jર શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. =ીર (૬૩) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy