________________
હાથો હાથ મીલાવી સંપી, એકાત્મા થઈ જાવોજી ; જ ખાવો પીવો સંગાથે સૌ, ભેદ ન મનમાં લાવો. (સમજી) ૧૧ જ
દેશકાલ અનુસારે લક્ષ્મી, ખર્ચો જેનો માટેજી; જૈનો માટે જીવો નક્કી, ચડતી છે શિરસાટે. (સમજી) ૧૨ મત ક્રિયાદિક ઝઘડા ટંટા, ત્યજીએ મોહને મારીજી; નિજ આતમ સરખા સૌ આતમ, દેખો સત્ય વિચારી. (સમજી) ૧૩ જૂઠ ન વધવું પ્રાણ જતાં પણ, કરી પ્રતિજ્ઞા પાળોજી; મોહ અહંતા મમતા ત્યાગી, પડતીનાં બી બાળો. (સમજી) ૧૪ જૈન શાસ્ત્રને સદગુરૂ શરણે, રહીને આગળ ચાલોજી ; બુદ્ધિસાગર સત્ય ઉપદેશે બોલ્યા તેવું પાળો. (સમજી) ૧૫
મુ. વિજાપુર ૧૪. મુ. ઉનાવા. તત્ર નાગર બ્રાહ્મણ મહાસુખભાઈ તથા દયાશંકર યોગ્ય ધર્મલાભ. તમને જૈનગ્રંથો શાસ્ત્રો વાંચવાની રૂચિ પ્રગટી છે તે પ્રશસ્ય છે. સત્વગ્રાહી મધ્યસ્થ અને અપેક્ષાના જાણકારને સર્વદર્શનીય શાસ્ત્રોનું સાપેક્ષ સત્ય સમજાય છે. જ્ઞાની અનુભવીના અનુભવમાં સર્વશાસ્ત્રોનું રહસ્ય સમાય છે. જૈન શાસ્ત્રોનું ગુરૂમુખથી શ્રવણ કરવું, પક્ષાત્ મનનનિદિધ્યાસન કરવું. જૈન શાસ્ત્રોમાં કથેલા સિદ્ધાંતોનો અનુભવ કરવો. શ્રદ્ધા યોગ્ય બાબતોની શ્રદ્ધા કરવી. પશ્ચાત્ બુદ્ધિગમ્ય કરવા અનુભવ મેળવવા જ્ઞાનીઓની સંગતી કરવી. જ્ઞાની અનુભવીઓનો મુખ્ય સિદ્ધાંત એ છે કે રાગ દ્વેષનો ક્ષય કર્યાથી પરમાત્મસ્વરૂપનો પ્રકાશ થાય છે. જેનધાર્મિક શાસ્ત્રોમાં આત્માનું સ્વરૂપ અને કર્મનું સ્વરૂપ અનુભવગમ્ય થાય એવું પ્રકાશવામાં આવ્યું છે
ટ
પક
શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
:
-
I
- ૬૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org