SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવ થકી ભેદ જ થતો, જ્યાં જીવને કાયાતણો, ત્યાં ભેદજ્ઞાન જ વસ્તુતઃ, એ બોધ છે સોહામણો; પરિણામ જ્યાં નિજમાં થતું, અંતરતણી નિજશક્તિનું, ત્યાં કારકો સવળાં થતાં, પ્રાકટ્ય છે નિજ વ્યક્તિનું. ર| સંસ્કાર એવા જ્ઞાનથી, ચારિત્રના વધતા રહે; આત્માર્થતા વૃદ્ધિ કરી, પરમાત્મતા અંતર વહે. સંસ્કાર એવા પાડવા, અંતરથકી ઉદ્યમ કરો; ચારિત્રની એ ભાવના, ફળ આપશે નિશ્ચય ધરો. ૩/ જે ભાવનાનો રસ પડ્યો, ફલ આપતો તે તો સહી; આત્માર્થના સંસ્કારમાં, આગળ વધો મન ગહગહી, આત્માર્થના શુભ હેતુઓને, આદરી આગળ વહો; ત્રિયોગનું જે વીર્ય તે, નિશુદ્ધિ માટે સંલહો. ૪ / વ્યાપાર અંતર બાહ્યથી, નિશુદ્ધિના તે તે કરો; અધિકાર પોતાનો ખરો, ઝટ ઓળખી યોગ્ય જ ધરો. અધિકારથી કરણી ખરી, સહુને અપેક્ષાએ રહી; સમજે સમયના ભેદુઓ, નિજ આત્મમાં સ્થિરતા વહી. સાપા! સાપેક્ષદષ્ટિ સાધ્યના, ઉપયોગમાં લયલીન થે; ધ્યાન જ ધરે અંતરવિષે, અનુભવ પયસમાં મીન થે, અનુભવતણાં બહુ ભેદમાં, નહિ ખેદ જ્ઞાની ઘટવિષે; બુદ્ધયબ્ધિ સાધ્ય જ સાધવા, સ્યાદ્રાદિને સાચું દિસે. IT૬IT શ્રીમદ્ દેવચંદ્રજીની લખેલી ચોવીશી મારી પાસે નથી. અમદાવાદમાં મળી શકશે. બનતો પ્રયત્ન કરીશ. ધર્મ સાધન કરશો. શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ, ( ૬૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy