________________
આ ઉપદેશની અસર જેટલી થાય છે તેટલી કરોડો રૂપિયા ખર્ચવાથી તેમ
પણ અસર થતી નથી. ઉપદેશથી હૃદયમાં રહેલ અજ્ઞાન અંધકાર છે દૂર જાય છે. સદ્ગુરૂના ઉપદેશ વિના માનસિક દુ:ખો કદિ ટળ્યાં નથી, અને ટળવાનાં નથી. માનસિક વાસનાઓથી થતાં દુઃખોનો નાશ કરવો હોય તો ઉપદેશપાનામૃત પીવું જોઈએ. સર્વ ધર્મની ક્રિયાઓની આવશ્યકતા પહેલાં ખરેખર ઉપદેશ શ્રવણ ક્રિયાની આવશ્યકતા છે. ઉપદેશ દેતાં અને લેતાં પણ ઘણાં વિઘ્નો આવી પડે છે. અનેક જીવો પ્રતિપક્ષી બને છે છતાં આત્માર્થી જીવો સદુપદેશના સિદ્ધાંતને દઢ રીતે વળગી રહે છે. આ કાળમાં સદુપદેશ દેનારા અને લેનારા વિરલા છે ઉલટા તેમાં અંતરાય કરનારાઓ પોતાને જ્ઞાની માની લેવું કરવા ચૂકતા નથી તેમ છતાં સાગરમાં મહેરામણ મીઠી જાણીને આત્માર્થીજનો આત્મામાં રમણતા કરે છે. પંચમ કાલમાં સત્સમાગમ એ જ કલ્પવૃક્ષ છે કે જેથી શાંતિ મળે છે. અત્ર નવમી દશમી સુધી પ્રાયઃ રહેવાનું બને તેમ છે.
મુ. સાણંદ ૧૩. શ્રી પાદરા મધ્ય સુશ્રાવક વકીલ મોહનલાલ હીમચંદભાઈ યોગ્ય ધર્મલાભ. વિ. થોડા દિવસ પરના પત્રથી હકીકત જાણી..
જિનવાણી (કાવ્ય) જીનવાણીનું જ્યાં જોર છે, ત્યાં વાત ક્યાંથી ભ્રાંતિની, આત્મિક રૂપે પરિણમે જ્યાં, જ્ઞાનવાત જ શાંતિની || આત્માર્થની ચર્ચાવિષે, આનંદમાં જીવન વહે : ત્યાં કર્મ પણ સમભાવથી, વેદાય છે જ્ઞાની કહે ||૧||
શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
55 શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. ઝાડ
૬૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org