________________
મારૂં કોણ છે? મારી દશા કેવી છે? કેમ થઈ ? ભૂતકાળમાં હું કેવા સ્વરૂપે હતો? વર્તમાનકાળમાં હું કેવા સ્વરૂપે ? ભવિષ્યકાળમાં કેવા સ્વરૂપે થઈશ? સદાને માટે મારું નિત્ય સ્વરૂપ કેવું છે? સ્વાભાવિક હું કેવા સ્વરૂપે છું? તથા વિભાવયોગે કેવા સ્વરૂપે હું વર્તુ ? તેના સદવિચારો અંતરમાં થવા લાગ્યા, ભાન આવ્યું. અંધારૂં તે અંધારૂં, મોહે મુંઝત બહિરાત્મીઓનું જાણવું. સત્ય અજવાળું આત્મસ્વભાવે જાગેલા અંતરાત્માઓનું સમજવું. પ્રભાતનો પહોર થયો. સ્વગુણોની સ્થિરતા તેની ઉપયોગિતા, તાદામ્યતા, ગ્રાહ્ય ગ્રાહકતાએ કરી આત્મગગનમાં અંતરાત્મરૂપ સૂર્ય વૃદ્ધિ પામવા લાગ્યો. હું અને મારૂ, શત્રુ અને મિત્રરૂપ મોહ સ્વપ્ન વિસરી ગયું. જ્ઞાન દર્શન ચારિત્ર વીર્યમય અરૂપી, અખંડ એવી આત્મભાવની ધારા હૃદયમાં વહેવા લાગી. મોહ, ઊંઘમાંથી, ઉઠાડનાર સદ્ગુરૂનો, ઉપકાર તેમની દયાની હવે કિંમત ખરી જાણી. તેમનો કેવો ઉપકાર! કેવી પરોપકારતા! તેમની કેવી લાગણી! તેનો વિવેક હૃદયમાં પ્રગટ્ય. દ્રવ્ય દયાના કરતાં ભાવ દયાનું અનંતગણું વિશેષપણું લક્ષ્યમાં આવ્યું. ભાવ દયા એજ સારામાં સાર તરીકે હૃદયમાં ભાસી. અનુભવી, તેનીજ બલીહારી છે, તે વિના અંતરગમલનો નાશ થતો નથી. તે સત્ય ભાસ્યું, સત્ય ધર્મનો આત્માર્થી, વિશ્વાસી યોગ્યજીવપ્રતિ ઉપદેશ દેવો, તેજ ભાવદયા સિદ્ધાંતમાં પરમકૃપાળુ વીરપરમાત્માએ, દર્શાવી છે. તેથી જ અંતરમાં સૂર્યનો ઉદયથાય છે. મિથ્યાત્વ અંધકાર નાસે છે. વસ્તુના સ્વભાવે વસ્તુ ભાસે છે. નવતત્ત્વ તથા ગુણ પર્યાય તથા તેનો આધાર ષડદ્રવ્યો તે દ્રવ્યોનો સામાન્ય ધર્મ તથા તેમનો
વિશેષ ધર્મ હૃદયમાં પ્રકાશિત થતાં હેય શેય અને ઉપાદેયનો વિવેક છે પ્રગટતાં તેથી, સ્ત્રી પુત્ર ધન, તથા પોતાના શરીરમાં અહં અને છે મમભાવ ઊઢતો હતો, તે શાંત થયો, પરવસ્તુમાં સુખની ભાંતિ. પર શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ. 3
શ્રી કૃતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
( ૫૯)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org