________________
આત્મોદ્ધારક આત્મામાં રહેલ અરૂપી, અક્ષય, અખંડ, અચલ, અમલ એવો અનંત ધર્મ તેની પ્રાપ્તિ તેનો લાભ થાઓ. એ જ પરસ્પર શરીર વ્યક્તિમાં રહેલા આત્માઓના પ્રતિ હિતાકાંક્ષા છે, પ્રતિદિન ક્ષણે ક્ષણે ઉપયોગ ભાવે વર્તો. અશુદ્ધ ભાવે પરિણમેલાં ષકારક આત્માને ચારગતિમાં બહિરાત્મભાવે ભ્રમણ કરાવે છે. તે દરેક જીવને સમયે સમયે શુદ્ધકારક ચક્ર વા અશુદ્ધ ષકારક ચક્ર અંતરંગ ભાવે વર્તી રહ્યું છે, અશુદ્ધ પરિણામ ભાવ અનાદિ અનંતમેભાગે અભવ્ય જીવને સંલગ્ન છે. સમ્યકુ જીવને અપેક્ષાએ પણ અનાદિ સાત ભાગે કેટલાએક ભવ્ય જીવોને છે, અનંત કાલ ષચક્ર અશુદ્ધિપરિણામોદયે જીવ, પુગલને શરીરરૂપે પરિણાવી રાચ્યો, માચ્યો, નાચ્યો, પરવસ્તુમાં જ સુખની ભ્રાંતિ કરી અને શુદ્ધ દશાનું ભાન, આત્મા ભૂલ્યો. એના અશુદ્ધ પરિણામ ભોગે વિચિત્ર દશા થઈ અને મોહની ઘેનમાં સૂતો. સ્ત્રી, પુત્ર, માતા, પિતા ગૃહાદિની મોહમાયાની ભર નિંદ્રામાં પડ્યો. ગયો કાલ પણ જાણ્યો નહિ. સદ્ગુરૂએ મોહની નિંદ્રામાં પડેલા જીવની દયા લાવી શુદ્ધોપયોગ રૂપ વચન ઘોષ કરી જગાડ્યો, નિંદ્રામાંથી ઊઠાડવા શુદ્ધ ચેતના રૂપ પાણી છાંટ્યું, તેથી જરા સ્વસ્વરૂપે થયો, પાછો ઊંઘની ઘેન આવવાથી વિષય પથારીમાં સૂતો, ગુરૂએ વૈરાગ્ય વચનથી હાક મારી. મોહની અસારતાની સમજણરૂપ ઢોલ વગાડ્યો પણ બહિરાત્મી જીવ જાગ્યો નહિ. વિચિત્ર વિકલ્પ સંકલ્પની જાળ રૂપ સંસાર સુખ દુઃખનાં સ્વપ્નાં અનુભવવા લાગ્યો. ભવસ્થિતિ પરિપકવતા યોગે, મોહ નિદ્રાનું જોર ઘટ્યું. સત્ય અંતરાત્મરૂપ સૂર્યનો ઉદય થયો તેના જ્ઞાનરૂપ કિરણોનો પ્રકાશ, સર્વથા પદ્રવ્યમાં તેના ગુણ પર્યાયમાં પ્રસરવા લાગ્યો. મોહ નિંદ્રાથી મિંચાતી એવી વિવેક ચક્ષુ જ નિર્મલ થઈ. બહિરાત્મભાવ રૂપ સ્વપ્નનો નાશ થતા હું કોણ છું?
= શ્રી શ્રુતનિધિ ટ્રસ્ટ, અમદાવાદ.
E
( ૫૮ )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org