________________
અર્થગંભીર છે. કવિઓ, લેખકો, રાજદ્વારી નેતાઓ, સમાજસેવકો વગેરેના પત્રો જે તે ક્ષેત્રને સ્પર્શે છે જ્યારે જૈન પત્ર સાહિત્ય જૈન દર્શનના સિદ્ધાંતોનું પ્રતિપાદન કરવાની સાથે તાત્ત્વિક અર્થઘટન સ્પષ્ટીકરણ અને શંકા-સમાધાનમાં પણ ઉપયોગી નીવડે છે. તેનાથી સાહિત્યિક મૂલ્યની સાથે આધ્યાત્મિક દૃષ્ટિએ આત્માના વિકાસ માટે દિશા સૂચન કરીને માનવજીવનમાં નવો પ્રાણ પૂરે છે. આધ્યાત્મિક સંસ્કારોનું સિંચન ડગમગતી જીવન નૈયાને સંસાર સાગરમાં નૌકાવિહા૨ સમાન અતુલિત આનંદાનુભૂતિ કરાવે છે. પત્રોના વિચારો આચાર અંગે પ્રકાશ પાડીને માનવ જીવન સફળ બનાવવા માર્ગદર્શક બને છે.
અધ્યાત્મ સાધના દ્વારા આત્મવિકાસ કરવાનો માર્ગ એ આજકાલની વાત નથી પણ હજારોને લાખો વર્ષોથી દરેક ધર્મમત-સંપ્રદાય અને દેશમાં પ્રયત્નો થયા છે તેમાં જૈન દર્શનની આત્મ વિકાસની યાત્રા કેવી હોય તે અંગે વિગતો પ્રાપ્ત થાય છે અને આ ભૂમિકાને આધારે તે માર્ગના રહસ્યને પામવા માટે પુરૂષાર્થની પ્રેરણા મળે છે. સાધનાનો માર્ગ સ્વચ્છચારી માટે નથી. ગુરૂ આજ્ઞા, ગુરૂ કૃપા અને ગુરૂ માર્ગદર્શનની અનિવાર્ય આવશ્યકતા છે એટલે આ પત્રોની સૃષ્ટિનો સાચો અભ્યાસ ગુરૂની નિશ્રામાં થાય તો વધુને વધુ ઊંડા રહસ્યો પામી શકાય તેવી શક્યતાઓ રહેલી છે. કેટલાક પત્રો શૈક્ષણિક વિકાસ અને સામાજિક ઉત્કર્ષને કેન્દ્રમાં રાખીને લખાયા છે. કલાના વિકાસમાં જૈન સ્થાપત્ય અને મૂર્તિકલા સમાન જૈન પત્ર સાહિત્ય ગુજરાતી ભાષાના પત્ર સાહિત્યમાં કલા અને જીવનલક્ષી મૂલ્યોને વરેલું છે. આ અંગે સંશોધન ક૨વામાં આવે તો અન્ય સ્વરૂપોની સાથે પત્ર સાહિત્યનું સાચું મૂલ્યાંકન થતાં જૈન મ
Jain Education International
૪૨૯
For Private & Personal Use Only
www.jainelibrary.org