________________
- સાહિત્યની કીર્તિ દશે દિશામાં પ્રસરે તેવી ભાવના વ્યક્ત કરું છું.'
સાહિત્યને માત્ર કલાત્મક અંશોથી જ મૂલ્યાંકન કરીને ઉચ્ચતાનું લેબલ ચોંટાડવાની જરૂર નથી તેમાં રહેલી સાંસ્કૃતિક મૂલ્યોવાળી સામગ્રીને પણ કલા સમાન બલ્લું તેથી વિશેષ મહત્ત્વ આપવામાં આવે તો આજના છિન્નભિન્ન જીવનમાં હરિયાળી પ્રગટે.
જીવનમાં ભૌતિકવાદના ચેપી રોગો હતાશા-સંપત્તિની સ્પર્ધા - ભૌતિક સુખની દોડધામ - અસાધ્ય રોગોની પીડા જેવી હાલતમાં મરવાના વાંકે જીવતી પ્રજાને જીવનની વસંત પ્રગટાવવા માટે આમાંથી કોઈ એકાદ પત્ર તો અવશ્ય મળે તેમ છે અને તેનાથી માનવતાની મોટી સેવા થઈ એમ લેખાશે. પત્ર સાહિત્યથી આ કાર્ય થઈ શકે છે. એટલે પત્ર સાહિત્ય અન્ય પ્રકારના સાહિત્યની સાથે રહીને માનવતાવાદી વિચારોનું પુરસ્કર્તા બન્યું છે. ( પત્ર સાહિત્યમાં હજી પણ સંશોધનને અવકાશ છે. આ.
બુદ્ધિસાગરસૂરિ, પં. પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી, પં. શ્રી અભયસાગરજીના પત્રોની વિરાટ સૃષ્ટિ તો પ્રત્યેકનો સ્વતંત્ર અભ્યાસ અને સંશોધન થાય તો મહાનિબંધની મૂલ્યવાન સંપત્તિ બને તેવી સંપૂર્ણ શક્યતાઓ છે. જો તેવા પ્રયત્નો થાય તો પત્ર સાહિત્યની ઊંચી ગુણવત્તા અને વિકાસની દિશામાં તેનું પ્રદાન મૂલ્યવાન બની રહેશે તેવી અપૂર્વ શ્રદ્ધા છે. નવલકથા, વાર્તા, ચરિત્રાત્મક સાહિત્ય, કાવ્યો અને લેખો દ્વારા જે જીવન મુલ્યોની માવજત થાય છે તે એક નાનકડાં પત્ર દ્વારા પણ થઈ શકે છે તેનું પ્રમાણ જેન પત્ર સાહિત્ય છે.
૪૩૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org