________________
ઉપસંહાર
સાહિત્ય વિશ્વ વિરાટ સ્તરે પથરાયેલું છે. તેમાં વિવિધ ભાષા અને ધર્મનું સાહિત્ય સર્જન અસ્ખલિતપણે થાય છે અને તેના દ્વારા દેશ-કાળના સંદર્ભમાં અર્થઘટન-અભિવ્યક્તિ અને કલાત્મકતા જોવા મળે છે. જૈન સાહિત્યની વિવિધતામાં નૂતન પ્રકાશ પાથરતું જૈન પત્ર સાહિત્ય છે. મધ્યકાલીન સમયમાં કાગળ લેખ જેવી સંજ્ઞાઓ પ્રચલિત હતી અને આવું સાહિત્ય પદ્યમાં હતું. દીર્ઘકાવ્યો રાસ ફાગુ વિવાહલો-વેલી વગેરેમાં કોઈ કોઈ પત્રનો ઉલ્લેખ મળી આવે છે. ત્યાર પછી અર્વાચીન કાળમાં લેખ સંજ્ઞાની જગાએ પત્ર શબ્દપ્રયોગ થાય છે તે દૃષ્ટિએ જૈન પત્ર સાહિત્ય નામ આપીને તેનો વિશદ પરિચય આપવામાં આવ્યો છે.
ધાર્મિક ગ્રંથોનું વિષય વસ્તુ સ્વીકારીને રચાયેલા ગ્રંથોમાં બહુજન સમાજના કલ્યાણની ભાવના એટલે કે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિના વિચારો કેન્દ્ર સ્થાને હોય છે. આ સાહિત્ય સાંપ્રદાયિક હોવા છતાં વર્તમાન અને ભવિષ્યની પેઢીને માટે સાત્ત્વિક જીવન શૈલીના ઘડતર માટે પત્ર સાહિત્યની અનુભવ સિદ્ધ સામગ્રી જીવન પાથેય સમાન છે. સાહિત્યને વિશાળ દૃષ્ટિથી જોઈએ તો સાંપ્રદાયિકતા ગૌણ બની જાય છે તે રીતે વિચારીએ તો જૈન પત્ર સાહિત્યની કૃતિઓ પત્ર સાહિત્યના વિકાસમાં ઐતિહાસિક મૂલ્ય ધરાવીને વિકાસમાં નોંધપાત્ર પ્રદાન કરે છે.
અર્વાચીન કાળના પત્ર સાહિત્યમાં અનેકવિધ પત્રો ઉપલબ્ધ થાય છે તેમાં આધ્યાત્મિક વિચારોનો પત્રો દ્વારા વિચાર વિનિમય થયો છે. પત્રોની મિતાક્ષરી અભિવ્યક્તિ કલાત્મક હોવાની સાથે
Jain Education International
૪૨૮
For Private & Personal Use Only
www.jainelibrary.org