________________
૨૫. સમાધિ પ્રેરક પત્રો
પૂર્વભવનાં કર્મોનું ભાથું લઈને જીવાત્મા આવે છે ત્યારે ભવિષ્યમાં જીવન કેવું હશે એની કોઈ કલ્પના કરી શકાતી નથી. પૂ. આર્યયશાશ્રીજીએ પૂર્વના મહાન પુણ્યોદયે મોક્ષમાર્ગ પ્રતિગમન કરવા માટે સંયમ જીવનનો અપૂર્વ આત્મોલ્લાસથી સ્વીકાર કર્યો અને રત્નત્રયીની આરાધના સારી રીતે ચાલતી હતી પણ પૂર્વના અશુભ કર્મના ઉદયે તીવ્ર અશાતનો અનુભવ કરવો પડ્યો હતો. અશાતાવેદનીયના ઉદયે પણ પૂ. સા. શ્રી પ્રસન્નવદન અને શાંતિસમતામાં રમતાં હતાં. આ સમયે શ્રી સિદ્ધિપદના સંદેશવાહક, શાસ્ત્ર સિદ્ધાંત સામાચારી સંરક્ષક, પરમ શાસન પ્રભાવક સ્વ. પૂ. આચાર્ય વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ.સા. વાત્સલ્ય યુક્ત મોતીના દાણા સમાન સ્વ હસ્તે પત્રો લખીને સમાધિમાં લાવ્યા હતા. (આર્યયથાશ્રીજી) આ પત્રોનું વાંચન, શ્રવણ અને ચિંતન સમાધિ પ્રેરક હતું. જીવાત્માના અંતિમ સમયે સમાધિ દુર્લભ છે પણ પૂ. સાધ્વીજી મ.સા.ને આચાર્યદેવના પત્રોએ સમાધિમાં નવો પ્રાણ પૂર્યો હતો. તે પત્રોથી સતત આત્મ જાગૃતિ પણ આવી હતી. એવા ઉત્તમોત્તમ પત્રો ‘સમાધિ પ્રેરક પત્રો’ નામથી પ્રગટ કરવામાં આવ્યા છે. પૂ. આચાર્યદેવશ્રીની જિનવાણી અમૃતસમાન અને દિવ્યજીવન જીવવાની અપૂર્વ ચૈતન્ય શક્તિ પૂરી પાડે તેવી હતી તેનો આ પત્રો દ્વારા પરિચય થાય તેમ છે.
પત્ર સ્વરૂપને વફાદાર રહીને રહસ્યમય અને અર્થપૂર્ણ વિચારોનો આ પત્રોમાં સમાવેશ થયો છે. પૂ. શ્રીના જ્ઞાનની સાથે આરાધક આત્માને સમાધિ માટે પ્રે૨ક વિચારો પૂ. સાધ્વીજીના
Jain Education International
શ્રી જૈન શ્વે. મૂ. સંઘ, દાહોદ.
૪૧૧
For Private & Personal Use Only
www.jainelibrary.org