________________
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ સહજાનંદ આત્મસ્મરણ.
હંપી. તા. ૧-૮-૬૪
મુનિવર્ય,
આનંદઘનજી મહારાજ વિષયક મેં જે લખ્યું તેમાં તમને એક શંકા ઉઠી તેનું સામાધાન. શ્વેતાંબર પદ્ધતિના તમામ પાત્રો વસ્ત્રાદિ સાથે તેમણે ત્યાગ્યા હતાં અને દિગમ્બર પદ્ધતિ પ્રમાણે શૌચાદિ માટે તુંબીનું કમંડળ કોઈએ આપ્યું તે તેમણે સ્વીકાર્યું હતું. પછી ઝેરી નાળિયેરનું મળતાં તે રાખતા હતા. પણ પાણી પીવા માટે તેનો ઉપયોગ ન કરતાં.
મનોબળ વધારવા સાહસિકતાની જરૂર છે. તે માટે તેમને ગુફાવાસ ઉચિત હતો. ત્યાં વાઘ આદિની મુલાકાત રાત્રે શિલા ઉપર ધ્યાનારૂઢ હોવાથી થાય તો મનોબળની પરીક્ષા થાય. આનંદઘનજી માફક સતત ઉદ્યમશીલ રહો તો તેમની દશા પૈકી અમુક દશા તમે સ્પર્શી શકો. બાકી તેઓ તો ઉત્કૃષ્ટ અપ્રમત યોગી હતા. સ્વાથ્યને જાળવવા ઉચિત તપ કરજો ગજા ઉપરાંત ન કરવું. ધર્મ સ્નેહમાં અભિવૃદ્ધિ હો.
સહજાનંદઘન સાદર જિન સ્મરણ. (પા. નં. ૧૨૩)
(૮)
સમય ગોપમ મા પમાઓ
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબા
(૩૬૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org