________________
ન
આવો ઉપદેશ કરનારાને અને એ ઉપદેશને અગણિત નમસ્કાર હો!
બહેન હમક્ષેમકુશળ છો?
ઈષ્ટાનિખ કલ્પનાથી બચવું તેથી ક્ષેમ એટલે નિરાકૂળતાપૂર્વક રહેવાય છે. તેવી દશા માટે દ્રષ્યોનાં આકર્ષણથી દ્રષ્ટિને બચાવતાં રહેવું એ કુશળતા છે. તેથી દ્રષ્ટિ દ્રષ્ટા ઝુકે છે. તેથી દ્રષ્ટિનું દ્રષ્ટારૂપે આત્માકાર રહેવું એમ જ ક્ષેમકુશળતા. સદા ક્ષેમકુશળ રહો. ૐ આનંદ આનંદ આનંદ, સહજાનંદ (પા. નં. ૫૬)
(૯)
હંપી. તા. ૧૨-૧-૬૨ ફોજમલજી વેદ્ય - આહીર.
અહો! આશ્ચર્ય કે પોતે વૈદ્ય હોવા છતાં દર્દી! દવાખાનું પોતા પાસે છતાં દર્દ ન મટે! કેવું આશ્ચર્ય? અરે! ઓ વૈદ શું તારી દવા બીજાને માટે જ છે. તારી કમાઈનો રસ્તો શું એ જ છે! ના, ના, એ તારી કમાણી નહી એ કમાણી જડ. તું ચેતન. તને અને જડ કમાણીને શું લાગે વળગે?
તારી કમાઈનો રસ્તો તે જોયો અહો! કેટલો આનંદ? કેટલી શાંતિ? હવે તું એમાં જ રહે એ જ તારી કમાણી બાકી બધી ગમાણી. તું દેહનો બલિ ચઢાવ. તને આત્મા મળશે. અધિક શું કહું? તું તને શોધી તેમાં ઠરી કૃતકૃત્ય થશે.
ૐ આનંદ આનંદ
- શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ,
૩૭૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org