________________
શ્રી ભીખુભાઈ, મુંબઈ.
સત્સંગ દ્વારા જ્ઞાન અને શેયનું ભેદવિજ્ઞાન બરાબર સમજી શેયોથી ઉપયોગ ખસેડી જ્ઞાનમાર્ગમાં તે જોડી ઉદયમાન બધી માનસિક, વાચિક અને કાયિક ક્રિયાઓ સાક્ષી ભાવે કરતાં જીવનો શિવ થાય.
આત્મા અને પરમાત્માનું એકરૂપ થઈ જવું એની ચાવી રૂપે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરૂ આ મંત્ર રટણની અખંડધારા સાથે જ્ઞાન કેમેરામાં પ્રભુ છબીનું અવલ બને રાખવું. એ જ રૂપાવલોકનથી સ્વરૂપાલોકન દૃષ્ટિ સાધી શકાય છે.
ૐ આનંદ આનંદ આનંદ સહજાનંદ આત્મ સ્મરણ.
(૬) રાજપુર. તા. ૧૮-૮-૬૦ વિસનજી જેઠાલાલ આદિ.
જેને આત્મકલ્યાણ કરવું આવશ્યક લાગતું હોય તેને અકલ્યાણકારી એવા નિજદોષનું નિરીક્ષણ-પરીક્ષણ અને પરીક્ષણપણું કર્તવ્ય છે. તે જો સાચા હૃદયે ઈચ્છીએ તો અવશ્ય થઈ શકે છે પણ ઉપલક પણે ઈચ્છી પ્રમાદમાં પડ્યા રહી માત્ર પોકાર કરતા રહીએ તો તો સફળતા સંભવે નહીં. વિષય કષાયોમાં ઉન્મત્ત બની તેને જ પોષવા વૈરાગ્યની આડ લઈ કોરી વાતો કરવા માત્રથી કંઈ કલ્યાણ નથી જ એવી જ્ઞાનીઓની શિક્ષા છે. જે યથાયોગ્ય લાગે છે. અધિક શું , લખું? જો તરવું જ હોય તો ડૂબવાના કારણ છોડ્યે જ છૂટકો છે.
શ્રી લખમશીભાઈ ઉજમશીભાઈ ગાલા, ગોરેગાંવ, મુંબઈ.
૩૬૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org