________________
સ્પષ્ટ છે. એટલે બીજી શંકા-કુશંકામાં અટવાયા વિના વિપશ્યનામાં પ્રયત્નશીલ રહેવું ઈષ્ટ છે. તમે લખો છો કે શ્રીમદ્ રાજચંદ્રના સાહિત્ય પ્રત્યે તમને સારી પ્રીતિ-ભક્તિ છે. તેમનાં વચનો છે :
“રાગ-દ્વેષ અજ્ઞાન એ, મુખ્ય કર્મની ગ્રંથ;
થાય નિવૃત્તિ જેહથી, તેહ મોક્ષનો પંથ, છોડી મત-દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ; કહ્યો માર્ગ આ સાધશે, જન્મ તેહનાં અલ્પ.” તમારો અનુભવ શું છે? વિપશ્યના સાધના દ્વાર રાગ-દ્વેષ ઘટે છે એમ લાગે છે કે નહિ? સામાયિકમાં વિપશ્યના કરી શકાય. એમ કશો બાધ નથી. સમતામાં રહેવાનો અભ્યાસ એ જ સામાયિક
અંતે, “મુમુક્ષુઓ અને વિપશ્યના'' પુસ્તકના છેલ્લા બે ફકરા (પૃષ્ઠ ૮૫) ફરી વાંચી જશો... સાધનામાં તમે પ્રગતિ સાધો એ જ મંગળ કામના.
લિ. અમરેન્દ્રવિજયજી તરફથી ધર્મલાભ.
વલસાડ, તા. ૩-૮-૮૩
(૪) આત્માર્થી સુશ્રાવક... યોગ, ધર્મલાભ. સ્વસ્થ અને પ્રસન્ન હશો. એકાંતવાસ અર્થે દેવલાલી કે ઈડરવચ્ચે પસંદગી કરવા બાબત
-
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
૩૧૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org