________________
'જણાવવાનું કે ઈડર જેવું એકાંત દેવલાલીમાં મળવાની સંભાવના
ઓછી જણાય છે. એકાંતવાસનો અનુભવ ઈડરમાં વધુ સારી રીતે મળી શકે. એકાંતવાસ દરમ્યાન જરૂરી માર્ગદર્શન “આત્મજ્ઞાન અને સાધનાપથ”, “અવધૂતી પ્રસાદી' જેવા ગ્રંથોના પરિશીલન દ્વારા મેળવી શકાય... તમારી આરાધના નિર્વિક્સે ચાલતી હશે. લિ. અમરેન્દ્રવિજયજી તરફથી ધર્મલાભ.
તીથલ, તા. ૨૨-૬-૭૯
શ્રેયાર્થી સુશ્રાવક.... યોગ, ધર્મલાભ.
તમારો પત્ર મળ્યો. “પ્રેક્ષાધ્યાન' અને “જીવન સૌંદર્ય પુસ્તિકાઓ તે પહેલાં મળી હતી. વાંચીને પત્ર લખવાની ગણતરીએ પહોંચ પણ લખવાની રહી ગઈ તે સંતવ્ય ગણશો.
પ્રેક્ષાધ્યાન” કે “વિપશ્યના” ની શિબિરમાં તમે ભાગ લીધેલો છે?
જીવન સૌદર્યતૈયાર કરવા માટે ડૉ. ધ. રા. ગાલાને અભિનંદન! આપણા પ્રત્યેક સાધુ સાધ્વીને તથા દરેક જૈન કુટુંબમાં આ પુસ્તિકા પહોંચાડવી જોઈએ. પૃ. ૩૩/૩૫માં જીવહિંસાવાળી વસ્તુઓની યાદીમાં “પ્રાણિજ ચરબી, પ્રોટીન કે તેલમાં તળેલ હોઈ શકે' એવા મોઘમ ઉલ્લેખ કરતાં, બિસ્કિટ, ચોકલેટ આદિની કઈ કઈ બ્રાન્ડોમાં તે હોય છે અને કઈ કઈ બ્રાન્ડો તેનાથી મુક્ત છે જ
નક
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
3
૩૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org