SearchBrowseAboutContactDonate
Page Preview
Page 326
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન ક્ષણમાં નિર્લેપ ભાવે જીવી જવાય તો ઉદય આવેલું કર્મ વેદાઈ જાય અને તેની નિર્જરા થઈ જાય. ‘‘જિહાં રાગ ને વળી રોષ, તિહાં સર્વદા માનો કલેશ; ઉદાસીનતાનો જ્યાં છે વાસ, સકળ દુઃખનો છે ત્યાં નાશ.’’ ‘જ્ઞાની કે અજ્ઞાની જન, સુખ દુઃક રહિત ન કોઈ; જ્ઞાની વેદે ધૈર્યથી, અજ્ઞાની વેદે રોઈ,’' ઉદય આવેલ કર્મ ભોગવતાં નવા કર્મ ન બંધાય એ રીતે તેને વેદી લેવાં – એટલું જ કર્તવ્ય છે. જ શ્રીમદ્ રાજચંદ્રે ‘આત્મસિદ્ધિ' માં બે જ ગાથામાં આખી વાત કરી લીધી છે : “કર્તા ભોક્તા કર્મનો, વિભાવ વર્તે જ્યાંય, વૃત્તિ વહી નિજભાવમાં, થયો એકતા ત્યાંય, છૂટે દેહાધ્યાસ તો, નહિ કર્તા તું કર્મ; નહિ ભોક્તા તું તેહનો, એ જ ધર્મનો મર્મ.’’ આ બધું જાણવા-સમજવા છતાં, દીર્ઘકાળના સંસ્કારોવાસનાઓ-કામનાઓના કારણે આપણે આપણા રાગ-દ્વેષના મૂળ સુધી પહોંચવાનો અને તેનો ઉચ્છેદ કરવાનો પુરૂષાર્થ કરી શકતા નથી - કરતા નથી ! શ્રી રમણ મહર્ષિ કહી ગયા છે કે, ‘જ્યાં સુધી જગતના મિથ્યાપણાની પૂર્ણ પ્રતીતિ ન થાય ત્યાં સુધી વાસનાની જડ રહે છે.' Jain Education International શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર, ૩૧૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy