________________
પથદર્શક પત્રો શાસ્ત્રોના મર્મજ્ઞ એવા પ. પૂ. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજના પત્રોમાં તેઓશ્રીનું સૂક્ષ્મગ્રાહી છતાં વ્યાપક ચિંતન તો પ્રગટ થાય જ છે, ઉપરાંત જિજ્ઞાસુઓને સહાયક બનવાની નિઃસ્વાર્થ વત્સલતા પણ વ્યક્ત થાય છે. અહીં એમના થોડાક પત્રોનો સારભાગ, સૌના લાભાર્થે આપ્યો છે.
વલસાડ, તા. ૧૪-૬-૮૯
આત્માર્થી સુશ્રાવક શ્રી યોગ, ધર્મલાભ,
જે ગ્રંથોમાંથી પોતાને પ્રેરણા-માર્ગદર્શન મળતાં હોય તેનું પુન: પુનઃ વાંચન/પરિશીલન થાય એ બરાબર છે. એનાથી, પહેલાં જે સમજાયું ન હોય કે ધ્યાન બહાર રહ્યું હોય તે વધુ સ્પષ્ટ થાય, શ્રદ્ધા દઢ થાય અને વધુ જાગૃતિપૂર્વક પુરૂષાર્થની પ્રેરણા મળે. એટલે તમે જે માર્ગ (નોંધ બુકોનું પુનઃ પુનઃ મનન) અપનાવ્યો છે તે બરાબર છે. નોંધબુકો મને મોકલશો નહિ. હું હાલ તે જોઈ શકું તેમ નથી.
ટૂંકમાં એટલું જ કરવાનું છે કે પ્રત્યેક અનુભવમાં મૃત્યુને ઘટિત થવા દેવુંભૂતકાળની સ્મૃતિઓમાં કે ભવિષ્યમાં સપનાઓમાં ન રાચવું. દરેક ઘટનાને સમગ્રતાથી જીવી લેવી - વર્તમાનના દષ્ટા રહી તેમાંથી પસાર થઈ જવું. જો તેમાં ગમો, અણગમો, પસંદગી, નાપસંદગી ઉદ્ભવે તો સમજવું કે દૃષ્ટાભાવમાંથી કર્તા-ભોક્તા ભાવમાં સરકી જવાયું છે. એ જ કર્મબંધનું મુખ્ય કારણ છે. જો ક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
3
૩૧૨
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org