________________
વ્યુહ અપનાવ : આધ્યાત્મિક અને મનોવૈજ્ઞાનિક (સાઈકોલોજિકલ) અને એ માટે “શચી પૌલોમી' ને અભરાઈએ ચડાવી દઈ, તેને 2017 ed i Higher Power for Human Problems, by Fredrick Bailes at yaris el 2414L2 C 247 'Relax and Live' by Joseph A. Kennedy (Arrow Books) -444244,5 આવૃત્તિ ક્યાંકથી મળી રહે તો તે પણ વાંચી જજે – ખાસ કરીને તેનું છેલ્લું પ્રકરણ વાગોળી જઈશ. દરમ્યાનમાં, “નવનીત' માસિકનો જાન્યુ. ૮૧નો અંક મેળવીને તેમાં “The Game of Life & How to Play it' નો સંક્ષિપ્ત અનુવાદ “ખેલ” શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલ છે તે જરૂર વાંચી જજે.
આધ્યાત્મિક સાહિત્યમાં ફાધર વાલેસનું પુસ્તક “મુરલી' જોઈ જજે - તું એના પર ઝુમી ઉઠીશ. “બાલા જોગણ' ની સાથે એ પૂરક બની રહેશે. મને લાગે છે કે તારા માટે આટલું પૂરતું છે. મારાં પુસ્તકોમાંથી “આત્મજ્ઞાન અને સાધનાપથ' નું છેલ્લું પ્રકરણ ઈશકૃપા” અને “અચિતચિંતામણિ નવકાર' ના અંતિમ ભાગ તને કંઈક ઉપયોગી નીવડે. “વિજ્ઞાન અને અધ્યાત્મ માંથી “સુખ-સમૃદ્ધિનો મૂળ સ્ત્રોત એ મથાળા નીચેનું છેલ્લું પ્રકરણ પણ જરૂર નજર તળે કાઢી જજે. બાકીનું પ્રાયઃ તારે ઉપયોગનું નહિ લાગે!
આત્મજ્ઞાન અને સાધનાપથ' નું “સીમાચિહ્નોવાળું પ્રકરણ પણ જોઈ જજે - તને પ્રાપ્ત થયેલી શ્રી કૃષ્ણના આભાસ vision' ના સંદર્ભમાં...
લિ.
અમરેન્દ્રવિજયજી તરફથી ધર્મલાભ.
શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર,
૩૧૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org