________________
'આપણે જાતે જ જવાબદાર છીએ. શું આકસ્મિક નથી. આપણે પોષેલી' વૃત્તિ-પ્રવૃત્તિ વડે આપણે જ તેનું ઉપાર્જન કરેલું છે એટલે અન્યને એ માટે દોષિત ન ગણીએ. વર્તનમાં કોઈ પ્રત્યે કટુતા ન લાવીએ. જે પરિસ્થિતિ આપણને મળે છે તે આપણા ઘડતર માટે ઉપયોગી હોય છે. કેટલીકવાર પ્રતિકૂળતા જ આપણી સુપ્ત શક્તિઓને બહાર લાવવાનું નિમિત્ત બને છે. એટલે જીવનને - તે જેવું છે તેવું પ્રભુના પ્રસાદ રૂપે સ્વીકારવું અને પ્રભુના ખોળે માથું મુકી “નચિંત મને, તે સુઝાડે તેમાં આપણી સર્વ શક્તિ અને આવડત રેડી દઈ, એના કરણ તરીકે - as an instrument only કાર્યશીલ રહેવું.
જીવન એટલે જ સંઘર્ષ. સંઘર્ષ વિનાનું જીવન સંભવે નહિ. એ અનુભવમાં જ આપણે ઘડાઈએ છીએ. ગણિતના વિદ્યાર્થીને શિક્ષક જ બધા દાખલા ગણી આપે તો એ શીખી ન શકે. રીત બતાવ્યા પછી દાખલા ગણી આપે તો જાતે જ ગણવા રહ્યાં. પત્તાની રમતમાં જેમ હાથમાં જે પત્તા આવ્યાં એનાથી જ રમવાની મજા હોય છે અને આપણી આવડતની કસોટી થાય છે.
માટે જીવને આપણને જે આપ્યું છે એનો સારામાં સારો ઉપયોગ કઈ રીતે કરી શકીએ એ જ વિચારવું. પ્રાપ્ત પ્રત્યે બબડાટ, અસંતોષ, રોષ કરીને જીવનને ખારું ન કરીએ. એ તકેદારી રાખવી. દૂધનો અર્ધો ગ્લાસ ભરેલો આપણી સામે આવે ત્યારે “અર્ધા જ ગ્લાસ મળ્યો' એમ કહીને બળાપો પણ કરી શકાય. અને “અર્ધા ગ્લાસ ભરીને દૂધ મળ્યું” (લોકોને પાણી માટે પણ વલખાં મારવાં પડે છે) એવા ઉદ્ગાર - કૃતજ્ઞતાના રણકા સાથે પણ કાઢી શકાય. છે આ બે ભિન્ન દૃષ્ટિકોણ છે જીવનને જોવાનાં. શું પસંદ કરવું એમાં જ આપણી વિવેક બુદ્ધિની કસોટી છે. મારું સૂચન છે કે તું દ્રિપાંખિયો -
પક શાહ ચીનુભાઈ મણિલાલ, સંતરામપુર.
(૩૧૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org