________________
જીવોની ઉત્પત્તિ થયા વિના રહેશે જ નહીં. ચાતુર્માસના આ પ્રારંભે પોતાના આવાસ નિવાસ કે જિનમંદિર - ઉપાશ્રયની પણ યોગ્ય સંભાળ નહીં થાય તો ચેતન જીવોના સમૂહ જેવી લીલ અને ફુગ ચારેય બાજુ પોતાનું સામ્રાજ્ય માત્ર એક વરસાદના ઝાપટે જમાવી દે છે. ઉપયોગી શ્રાવકોએ વર્ષાકાળમાં પોતાની સામાયિક - પૌષધ કરવાની પૌષધશાળા અને સામાયિક – પૌષધમાં ઉપયોગમાં લેવામાં આવતીઠલ્લા-માત્રાની ભૂમિની સંભાળ પહેલેથી જ લઈ લીધી હોય છે. (આજે શ્રાવક વર્ગની આ તરફ ઘોર અપેક્ષા છે) જે જે માર્ગો જીવોત્પત્તિને રોકવાના હોય તે બધા ચાતુર્માસના પહેલાં જ લેવાઈ જવા જોઈએ, જો કે આજે યતના માર્ગ વિચાર્યો હોવાથી દરેક ઋતુની અને દ૨૨ોજનીયતના બતાવવાની આવશ્યકતા છે. પણ ચાતુર્માસમાં તો યતના ન પાળે તેનું ઘર યા સ્થાન હિંસા-ઘર બન્યા વિના રહે જ નહીં. માટે અત્યારે તો એ ચીજ ઘોષણા દે છે કે ‘યતના ધર્મો સાવધાન' માટે તૈયાર થઈ જાવ.
બાકી સાચું હાર્દ છે, ચાતુર્માસમાં વર્તવાનું પ્રતિસંલીનતા ચારે બાજુથી ધર્મમાં સંલીન થવું તે જ ચાતુર્માસનો આદેશ. બીજા લોકો કહે છે ચાતુર્માસમાં દેવ પોઢી જાય છે આપણે કહીએ છીએ ચાતુર્માસમાં દેહ પોઢી જાય છે અને દેવ (આત્મા) જાગી જાય છે. ‘દેહને સંલીન કરી દેવાનો છે સામાયિકમાં પૌષધમાં અને યતના પૂર્વકની પૂજા જેવી. ક્રિયામાં દેવને જગાડી દેવાનો છે જિનવાણીના ચિંતન, મનન અને શ્રવણથી’
ભોગ સુખમાં મગ્ન, એશ આરામમાં ડુબેલા આ આત્માને ફરીથી આ ચાતુર્માસમાં ઢંઢોળવાનો છે. ઉઠાડી દેવાનો છે.
Jain Education International
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
૨૭૭
For Private & Personal Use Only
www.jainelibrary.org