________________
શાસ્ત્રમાં જણાવ્યું છે કે જીવોત્પત્તિ પેદા જ ન થાય તેવી કાળજી રાખવી . સહુ પ્રથમ યતના છે. ખૂબ ધ્યાન અને સાવધાની છતાંય યા દુર્લક્ષ્યથી જો જીવો ઉત્પન્ન થઈ ગયા હોય તો તે જીવોને પીડા ન થાય તેવા ઉપાયો કરવા એ બીજી યતના છે. ઉત્પન્ન થયેલા જીવોનો નાશ ન થાય તે માટે તમામ પ્રકારની યથા પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો તે પણ યતનાનો એક પ્રકાર છે.
ટૂંકમાં ‘‘ ‘યતના’ એ જીવ માત્ર પ્રત્યેની જાતની પોતાની જાગૃતિ'' જીવયતના જીવદયાના પ્રેમથી દૂર રહેવા માનવીઓ સમજે છે કે ‘સૃષ્ટિમાં જીવવાનો અધિકાર અમારો જ છે અને જરાક સરખી પ્રવૃત્તિમાં લાખો નાના મોટા જીવનો નાશ કરે છે' ક્યારેક આવી યતનાની ઉપેક્ષા આપણા પોતાનો નાશ નોંતરે છે. ક્યારેક આવી બેદ૨કા૨ી મોટા જનસમૂહનું સામૂહિક મોત પણ નોંતરે છે.
શાસ્ત્રો જણાવે છે કે ચાતુર્માસમાં વિવિધ જાતના ખૂબ ખૂબ જીવો ઉત્પન્ન થાય છે. માટે આ ઋતુ આવતા પહેલાં ખૂબ ખૂબ યતના માર્ગમાં પ્રવૃત્ત થઈ જવું. ઘરના કોઈપણ ખૂણામાં કે સ્થાનમાં જરા જેટલો પણ કચરો થશો હશે અને સાફ ન થાય તો સમજી લેવું ત્યાં કંથુઆ જેવા જીવો ભેજવાળું વાતાવરણ થતાં ઢગલાબંધ પ્રમાણમાં ઉત્પન્ન થઈ જવાના, અને તેથી જ શ્રાવકના નિવાસની કોઈપણ જગા એવી અસ્વચ્છ ન રહેવી જોઈએ કે જ્યાં કચરો થાય. પોતાના આંગણા કે ઘરની દિવાલો જે અસ્વચ્છ હશે, ગંદી હશે, ચૂનામાં તેવા જ કોઈ ચીકણા દ્રવ્યોથી પરિમાર્જિત કરેલ નહીં હોય ત્યાં જીવ ઉત્પન્ન થવાના છે. ઘરમાં રહેલ અથાણાં કે પાપડ જેવા ભોજન પદાર્થો જો હવાના ભેજથી દૂર નહીં રાખવામાં આવે, અલમા૨ી પ૨ પડેલા ધાર્મિક પુસ્તકોની પણ ધૂળ દૂર કરવામાં નહીં આવી હોય તો
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
૨૭૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org