________________
પ્રતિ સંલીનતા ચાતુર્માસનો આદેશ છે. પ્રતિ સલીનતા આ એટલે દેહને શોષવાનો અને દેહના ચાલક દેવને પોષવાનો.
પ્રતિ સંલીનતા એટલે પેલા ધમધમાટ કરતા વિષયો... પેલી ચમચમાટ કરતી ઈન્દ્રિયો..
પેલા માનવ જીવનને ખળભળાવી રહેલા કષાયો (ક્રોધ, માન, માયા, લોભ) આ બધાને સંકેલી લેવાના છે... સંકોચી દેવાના છે. જાણે નાનીશી ઘડી કરીને ક્યાંક મૂકી દેવાના છે અને તેથી જ આ પ્રતિ સંલીનતાના સમર્થન માટે શું કરવું તે આપણે આગળના પત્રમાં જોઈશું.
અત્યારે તો ચાતુર્માસના આધ્યાત્મિક સ્વાગત રૂપ યતનાને ધર્મમાતાને આગળ કરીને જીવ માત્રની સાથેના પ્રેમભાવનું, સુરમ્ય ગીત વર્ષાના ટપકતાં બિંદુઓના પહેલાં જ શરી કરી દઈએ.
યતના એટલે આરાધકનો જીવ માત્ર પ્રત્યેનો પ્રેમ.... યતના એટલે જિનનો જીવ માટેનો સંદેશ... યતના એટલે જિનશાસનની સફળ જીવનકલા..
યતના એટલે જીવમાત્રને બીજા જીવથી થતા સુખ દુઃખનું અમોઘ ઔષધ....
યતના એટલે એક શિસ્ત.. યતના એટલે એક સ્વચ્છતા..
શ્રી રાજસ્થાન જૈન
સંઘ, સિકન્દરાબાદ
(૨૭૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org