________________
મહારાજ સાહેબ ગત પત્રમાં આપે લખેલી વાતોથી હું ચોંકી ઉક્યો છું.
પૂ. શ્રીના પત્રોમાં રહેલી પ્રેમ અને મૈત્રી ભાવનાનું મહેંકતું વાતાવરણ માનવતાના વિકાસમાં વૃદ્ધિ કરી અતિસમૃદ્ધ બને છે અને અંતે આત્મલક્ષી મોક્ષ પ્રેમ પ્રતિ દોરી જાય છે.
આ પત્રમાં પ્રેમ સાથે સંબંધ અને વિરોધ ધરાવતા વિષયોનું વિવેચન થયું છે. પ્રેમ, તિરસ્કાર, શંકા, સહિષ્ણુતા, ક્રોધ, દોષદૃષ્ટિ, પ્રેમની વિશુદ્ધિ, વેરવૃત્તિ, અહંકાર, માલિકીપણું, વિશ્વાસ, સમર્પણ ભાવ વગેરે વિચારો પત્રોમાંથી પ્રાપ્ત થાય છે.
પૂ. શ્રીએ ડોલનશૈલી સમાન વાક્ય પ્રયોગો કરીને ગદ્યમાં પ્રવાહી શૈલી બનાવી છે. વેધકતા, હૃદયસ્પર્શી, અનેરી કલ્પનાઓ, ભાવવાહી, સંક્ષિપ્ત વાક્ય રચના, સંબંધિત વ્યક્તિ કેતન સાથેની આત્મીયતા વગેરે ગુણોથી પ્રેમસભર પત્રમાળા અર્વાચીન જૈન સાહિત્યની એક નમૂનારૂપ કૃતિ છે.
જૈન પત્ર સાહિત્યમાં સાંપ્રદાયિકતા હોય તે સ્વાભાવિક છે પણ પૂ. રત્નસુંદરસૂરિના પત્રોમાં સાંપ્રદાયિકતાનું તત્ત્વ નહિવત્ છે પણ માનવતાવાદી વિચારોનું નિરૂપણ કેન્દ્ર સ્થાને છે. પૂ. શ્રીના પત્રોની આ એક વિશિષ્ટ સિદ્ધિ છે એટલે જૈન-જૈનેત્તર વર્ગમાં આ પુસ્તક લોકપ્રિય બને તેમાં કોઈ આશ્ચર્ય નથી.
એમના પત્રોમાંથી કેટલાક સુવિચારો પણ પ્રાપ્ત થાય છે જે વર્તમાન પેઢીના યુવાનો અને વડીલોને વિચારવા લાયક છે. ઉદા. નીચે મુજબ છે.
-
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
-
(૨૫૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org