________________
ભાગ્યેજ એવો કોઈ લેખક હશે કે જેણે પ્રેમ અને પ્રકૃતિ વિશે કલમ ચલાવી ન હોય. સાહિત્યમાં કાવ્ય, નવલિકા, નવલકથા, નાટક આદિમાં પ્રણયમીમાંસા થઈ છે તેમાં ભૌતિક પ્રેમથી આરંભીને અધ્યાત્મ પ્રેમ સુધીનો અનોખો વિસ્તાર થયો છે. પ્રણયનું બીજારોપણ એકભવમાં થાય પછી ભવોભવ એ પ્રણય વૃદ્ધિ પામીને આત્મલક્ષી બનતાં વટવૃક્ષ બની મોક્ષના ઈષ્ટળ આપવાની અદ્ભૂત શક્તિ ધરાવે છે એવા પ્રેમસભર પત્રોની સૃષ્ટિ વાચક વર્ગને જીવનની બાજી સુધારવાની અને ઉત્કર્ષ ક૨વાની પરોક્ષ રીતે પ્રેરણાપાન કરાવે છે. આ પત્રમાળા નામ પ્રમાણે ગુણ ધરાવતી પ્રેમ વિષયક વિચારોનું પ્રતિપાદન કરે છે. પૂ. શ્રીએ પુસ્તકની ટૂંકી નોંધમાં જણાવ્યું છે કે,
પ્રેમ સ્વતંત્રતાનું સંતાન છે, સત્તા શીલતાનું નહીં.
પ્રણયની વૈવિધ્યપૂર્ણ સૃષ્ટિમાં પૂ. શ્રીએ પોતાની અવનવી કલ્પનાઓનો પ્રયોગ કરીને અભિવ્યક્તિ કરી છે.
સુરમો એ કે જે આંખને સ્વચ્છ બનાવે, સાચો પ્રેમ એ કે જે દિલને સ્વચ્છ બનાવે.
આવા પ્રેમને કેન્દ્રમાં રાખીને કેતન નામના યુવાનને સંબોધન કરીને ૭૫ પત્રોનું સર્જન કર્યું છે. એક પત્રને બીજા પત્ર સાથે પ્રેમ વિષયક વિચારનો સંબંધ છે. આરંભમાં જ આ અંગે સંકેત મળે છે. પ્રત્યુત્તરનો પણ ઉલ્લેખ મળે છે.
મહારાજ સાહેબ, આપનો પત્ર મળ્યો.
પ્રેમ સહિષ્ણુતાની કોઈ સીમાને જાણતો નથી. (૫ત્ર ૩)
કેતન, તારો પત્ર મળ્યો (પત્ર ૭)
Jain Education International
શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂ. સંઘ, સિકન્દરાબાદ
૨૫૨
For Private & Personal Use Only
www.jainelibrary.org