________________
-
ન તૈયાર રાખવી. ધન, વૈભવ, મોટર, બંગલાવાડી ઉપરનો મોહ
છોડીને એના ઉપરનો મોહ ઘટાડીને સંસારના પાપમાંથી બચવું. સંસારના સાધનો જેટલા અને જોવા મળ્યા હોય તેમાં જ સંતોષ રાખવો. અધિક મેળવવાની સાંઠબાજી બળતરા રાખવી નહિ. હોય એમાંથી પણ ધર્મના માર્ગે ખરચવાની તૈયારી રાખવી. જેથી કરીને સંસારના બધાએ સાધન ઓછા થાય કે ચાલ્યા જાય તો પણ ગભરાટ થાય નહીં અને ઓછા થવાથી ચિત્તની પ્રસન્નતા રહેશે. આવી તૈયારીવાળો આત્મા નરક કે તિર્યંચ ગતિમાં જાય નહીં પણ મોટા ભાગે સુમનુષ્ય અથવા સુદેવમાં જાય. ત્યાં પણ પાપથી બચીને મોક્ષમાર્ગમાં આગળ વધે. માટે ક્ષણે ક્ષણે વિચારવું કે મારે મોક્ષમાં જ જવું છે. મોક્ષ ન મળે ત્યાં સુધી સુમનુષ્ય અથવા સુદેવમાં જવાય એવી ઈચ્છા છે અને વીતરાગનો ધર્મ મોક્ષ માટે જ કરવો છે, આવા વિચારવાળો આત્મા જીવન હંમેશા સફળ બનાવી શકે છે. પરિણામે અનંતા શાશ્વત સુખને પામે છે.
કલ્યાણ ભવતું. ૩. રજોગુણી તમોગુણી મટીને સત્વગુણી બનો
કામી તે રજોગુણી અને લોભી તે તમોગુણી, ધર્મની જ વૃત્તિવાળો તે સત્વગુણી કહેવાય. ભોગ અને ધનની લાલસા સંસારના સર્વ જીવોને સદાકાળથી વળગેલી હોવાથી વિષય કષાયને આધીન થઈ, પાપ કર્મ કર્યે જાય છે. જે જે બાબતોનો અધિક પરિચય, તે તે ગુણો પ્રગટપણે ઉત્કટ દેખાય, તે અપેક્ષાએ જીવ તે તે ગુણવાળો કહેવાય. અમુક ક્રોધ, લોભ, માન, મદ, કામ આદિ અવગુણોનો
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૩૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org