________________
તેને મેળવવા હજારો પાપો કરવા પડે છે. સાચવવા માટે ઘણી ચિંતા કરવી પડે છે. ભોગવતા ઘણાં પાપ થાય છે. એથી માનવની ત્રણ અવસ્થા બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા, ત્રણે દશા રાગમાં જ વીતે છે. બાળપણમાં રમકડાં, કપડાં, ખાવાનું વિગેરે ઉપર રાગ, યુવાનીમાં સ્ત્રી ઉપરના અનહદ રાગ, ધન મેળવવાની ધગશ, એથી આગળ પ્રૌઢાવસ્થામાં પરિવાર અને નામના વધારવાની ચિંતા અને શરીર ઉપર પાર વગરનો રાગ, વૃદ્ધાવસ્થામાં તદ્દન શિથિલ થયેલા શરીર ઉપર પાર વગરનો રાગ. બધી અવસ્થામાં રાગ કોઈને છોડતો નથી. કોઈ પણ અવસ્થામાં રાગના આવેશવાળો મરે તે તિર્યંચ ગતિમાં જાય. ભાગ્યના યોગે સાધુઓની સંગત થાય, તેમાં તેમનું કહેવું માનવાની ઈચ્છા જાગે, તેમના કહેવા મુજબ ધર્મ કરે તે રાગને ઓછો કરી સુખી થાય. બધા દુઃખનું કારણ રાગ છે. બધા સુખની કારણ વૈરાગ્ય છે એમ સમજીને રાગથી ખસી વૈરાગ્યને ધારણ કરી ધર્મને કરે તે સંસારના ભ્રમણને ઓછું કરી અનુક્રમે મોક્ષ નગરે પહોંચે. પરમ સુખી થવાય.
૨. હે આત્મા તારે અહીંથી ક્યાં જવાનું છે?
રે જીવ! તારે અહીંથી જવું તો પડશે જ. ગમે તેટલી રહેવાની ઈચ્છા હશે તો પણ શેઠ, શાહુકાર, રાજા, મહારાજ, પ્રધાન, મંત્રી, ચક્રવર્તીઓ, દેવો અને તીર્થકરો પણ આયુષ્ય પુરૂં થતાં એક ઘડી પણ રહી શકતા નથી. માટે આ ભવમાં કાયમ રહેવાની ઈચ્છા રાખવી નહીં. જ્યારે જવું પડે ત્યારે તૈયાર જ છું એ મનમાં વિચારવું અને સામી તૈયારી માટે પગલે પગલે પાપથી બચીને ધર્મ કરવાની
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
૨૩૪)
૨૩૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org