________________
કેટલાક ભવોથી અભ્યાસ હોય તે જીવ આ ભવમાં જન્મથી જ કામી, લોભી, માયા, કપટવાળી અનાડી થાય અને ગુણોનો સહવાસ થાય તે આ ભવમાં સહેજથી ગુણી બને.
તેમાં ક્રોધી, માની અને કામી તે રજોગુણી કહેવાય. કપટી, લોભી, અન્યાયી, અતિશય જુઠું બોલનાર તે તમોગુણી કહેવાય. અને ભવના અવળા અભ્યાસથી રજોગુણી અથવા તમોગુણી બનેલો જીવ આ ભવમાં સારી સંગતીથી અને સા૨ી ક્રિયા કરવાથી સત્વગુણી બની શકે છે.
એ કારણથી મહાપુરૂષો ધર્મનાં સ્થાન અને ધાર્મિક ક્રિયાઓને અધિક કરવાનું ફરમાન કરે છે. એથી સત્વગુણી થવાય. રજોગુણી અને તમોગુણીને સદાય અશાન્તી હોય, સત્વગુણી ધર્મથી બનાય. ધર્મથી ખરેખર મહેનત કરનારો સત્વગુણી બનીને, સર્વદા શાન્તી મેળવે એ જ શુભેચ્છા.
૪. આત્માનું હિત કેમ થાય ?
વિષય કષાયનો ત્યાગ કરવાથી આત્માનું હિત થઈ શકે. અનાદિકાળના સહવાસથી જીવને વિષયો બહુ ગમે છે, એથી કષાયોને પુષ્ટ કરે છે. કષાયો વડે આરંભ હિંસાનાં ઘણાં પાપો કરે છે, પાપ કરીને નરકમાં જાય છે. ત્યાં ભારે વેદના ભોગવીને આયુષ્યને પુરૂં કરી, તિર્યંચમાં જાય છે અને અજ્ઞાનતાના કારણે, ઘણાં પાપ કરીને ફરી નરકમાં જાય. આમ નરક-તિર્યંચ ગતિમાં ઘણાં ભવ કરી, કાંઈક કર્મનો ભાર ઓછો થાય, એટલે મનુષ્યભવ પામે છે.
મનુષ્યભવમાં પણ ઘણાં પાપ કરવા પડે, એવા કુળમાં જન્મ
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૩૬
For Private & Personal Use Only
www.jainelibrary.org