________________
આ તારા માટે લખી મોકલેલ પર ખૂબ વિચાર કરજે. જો આ તર્કયુક્ત અને સંગત લાગે, તો જોષીને બક્ષિસ મોકલી આપજો.
વિશેષ જિજ્ઞાસા હોય, તો જોષીને સીધું યા મારા દ્વારા પૂછાવી શકાશે, બાકી મને લાગે છે કે એણે વ્યવસ્થિત ઉત્તરો આપ્યા છે. અને તેના પરથી તારા જીવનમાં મહાન ઉદય, મહાન ક્રાંતિ, મહાન પરોપકારિતા ઝબકી ઊઠવાની લાગે છે, પરંતુ પૂર્વે સાધનાના જવાબમાં મળેલ પુરૂષાર્થ વિશેષની જરૂર છે. એ જવાબ તરફ ધ્યાન દેશે, તો કાર્ય થશે.
એક વસ્તુ ખાસ સમજી શકાશે કે, અનંતાકાળમાં ભટકી રહેલ આત્માને ભવના બંધન તોડવા અનજો મોક્ષગામી બનવા માટે સ્વાત્મશોધનલક્ષી બનવું જોઈએ. વાહવાહ અને કીર્તિના કા સ્વાત્મશોધન માટે કારણભૂત નથી. ત્યારે અનાદિની વિષયાદિ સંજ્ઞાઓ, કષાયો, અસંયમની પ્રવૃત્તિઓ, ગારવો, શલ્યો, દુર્ગાન વગેરે પર જબ્બર કુઠારાઘાત કરતી રહે, એવી શુદ્ધ દર્શન-જ્ઞાનચારિત્રની આરાધનાઓ સચોટ સ્વાત્મશોધન કરે છે અને તે વિના તો ગુણસ્થાનકની પાયરીએ આત્માનું આરોહણ નથી.
માનવજીવન પામીને શું સાધવાનું? શેમાં રગદોળાયા રહેવાનું? એનો કોઈ વિચાર? મળેલી અતિદુર્લભ પુરૂષાર્થ – શક્તિ ક્યાં કામે લગાડવાની, એની કોઈ હૃદયવેધી ચિંતા? બુદ્ધિની કરામત અમારા જેવાની સામે કે દુનિયાની સામે કદાચ કામિયાબ નીવડે, પરંતુ અવિરતિ-કષાયો આદિના યોગે થતા ભરચક કર્મબંધની સામે કામિયાબ નહિ નીવડે – પછી ત્યાં પોતાના આત્માનું ભાવિ કેવું?
તો શું સ્વાત્મા પ્રત્યે જ નિર્દય થવાનું? R, બોટાદ. તા. ૨૨-૧૧-૬૮
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org