SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭. જ્ઞાનદાનનો ઉલ્લાસ રાણકપુરથી તા. ૨૭મીએ નીકળી લગભગ ૯૦ માઈલના વિહા૨ે તા. ત્રીજીએ ૧૨ વાગે અત્રે આવવાનું થયું. શિબિરમાં ક૨વાનાં જ્ઞાનદાનના ઉલ્લાસે પગ કેવા ઉપડે ? એની કલ્પના તું કરી શકે છે. એટલે અધધધ.. આ તો ખૂબ ચાલવાનું થયું ! આવો વિકલ્પ નહિ ઉઠે. અત્રે આવ્યા પછી આ વખતના વિષયો તદ્દન નવા જ હતા, એટલે એનો પ્રકાશ નાનામાં નાના વિદ્યાર્થીને પણ પહોંચાડવામાં સહેજે ઉલટ રહેજ ને ? એમાંય મુકેશ, પ્રવિણભાઈ, સુરેન્દ્ર લોઢા વગેરે ઉપરાંત ગુજરાત યુનિવર્સિટીના ડીન અને આણંદના પ્રોફેસર ઝીલનારા મળે, પછી શું બાકી રહે ? કોઈ નવી જ સ્ફૂરણા, નવી જ કલ્પના, નવી જ સંગતિઓ સ્ફૂરિત થવાથી જિનશાસનપ્રત્યે અને૨ો બહુમાનભાવ પ્રગટ થઈ આવે છે. પરંતુ આ બધું તને કાગળમાં લખવાથી શું ? એ આંતરસંવેદન શબ્દોમાં શેં ઉતરી શકે ? એ તો અનુભવે જ આસ્વાદાય. કરોડોની સંપત્તિ સ૨ ક૨વાના આલ્હાદ કરતાં અનંતગુણ આલ્હાદ આપી શકે એવા આ શ્રુતજ્ઞાન અને વિશિષ્ટ અધ્યવસાયના આત્મપરિણામનું મૂલ્યાંકન હોય, તો આ સિવાય બીજું ગમે જ નહિ, બીજામાં જીવનરત્ન રગદોળી મલિન કરાય નહિ. બીજું તો તને શું લખાય ? પૂર્વેની ધગશ-ઊર્મિને કેમ બ્રેક લાગી? ‘તો શિબિરમાં નહિં આવો, તો અમે આવવાના જ નથી' એવું લખનાર તું નરવીર પાછો કેમ પડે ? દુનિયાની મોંઘામાં મોંઘી પણ કંઈ ચીજ એવી છે જે એ કબૂલાતમાંથી અને મહાન શ્રુતજ્ઞાનની પ્રાપ્તિમાંથી પાછા હટાવી શકે ? અચલગઢ - વૈ. સુ. ૧, તા. ૧૧-૫-૬૪ શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ Jain Education International ૨૩૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005259
Book TitleJain Patra Sahitya Part 02
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2003
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy