________________
આ જ કહેલું કે માણસ પર ભૌતિક ઉપકાર તો એના આ જીવનમાં જ પૂર્ણ થઈ જાય છે, ત્યારે આધ્યાત્મિક ઉપકાર એને પરલોક માટે સુખકારી બને છે તેથી એ ખૂબ મહત્ત્વનો છે. .
એટલે આ ખાસ ધ્યાનમાં રહે, જો ધર્મનું પોષણ નહિ હોય, તો કેવળ અન્નાદિપોષણ એ અસતી-અસંયમીપોષણમાં તણાય જવા સંભવ છે. શ્રાવકના ૭માં વ્રતમાં અસતીપોષણનો નિષેધ છે. કોઈ મોટો દુષ્કાળ વગેરે આવ્યો હોય, અને લોકો ભૂખે મરતા હોય અને અન્નાદિ દાન કરવું એ અનુકંપાદાન છે, કર્તવ્ય છે. પરંતુ ધર્મહીનને જીવનમાં સુખ-સગવડો દેવી, એ અસતીપોષણ દોષ છે. આ વિવેક ખાસ ધ્યાનમાં રહે.
એટલે તમારા નવા ટ્રસ્ટની કાર્યવાહીમાં ધાર્મિક પાઠશાળાઓ વધારવા, સારા શ્રદ્ધાળુ ધાર્મિક પ્રચારક ગોઠવવા વગેરે કાર્યવાહીને જોડી દેવા જેવી.
બનારસ. તા. ૨પ-પ-૭૧
૧૬. માનવજીવન પામીને શું સાધવાનું?
મારો ધંધુકાથી લખેલ પત્ર તો મળી ગયો હશે? પરંતુ પહોંચ કે ઉત્તર નથી.
ધંધુકાથી તારા માટે નડિયાદ જે પત્ર લખેલ, એમાં સાથે જે પ્રશ્નો મોકલેલ અને એના ઉત્તરો તથા ત્યાંના જ્યોતિષીએ જે લખી મોકલ્યા, તે બધું આ સાથે મોકલું છું. - જોષીએ બીજાઓને સચોટ આગાહીઓ કરેલી, એ પરથી છે જ એની નજર અને ગ્રહપરીક્ષાની કુશળતા સમજી શકાય છે. તેથી જ
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૨૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org