________________
આપણા જીવનમાં આજના શુભ દિને એવી શક્તિનું ઉત્થાન = પ્રકટીકરણ કરવાનો કે શુભ સંકલ્પ કરવાનો કે -
આપણા જીવનમાં પ્રધાનસ્થાન ભોગવનાર પુદ્ગલ - વાસનાના કારમા ફંદા નિષ્ફળ જાય. આપણે અનંત શક્તિશાળી, તમામ કર્મબંધનોથી રહિત પરમાત્મ સ્વરૂપ છીએ, છતાં અજ્ઞાન, મિથ્યાત્વ, પ્રમાદ આદિથી પેટ ચોળીને ઉભા કરાતા પેટના શૂળની જેમ ઉપાર્જલાં કર્મોનાં બંધનોથી આજે આપણે દીન, હીન, રેક જેવા થઈ ગયા છીએ.
આપણે અનંતજ્ઞાનના ધણી છતાં આંખ વિના જોઈ ન શકીએ, આંખમાં જરા કસ્તર કે ચણાની દાળ જેવડો મોતીઓ આડો આવે તો જોવાનું બંધ.
આપણે અનંત શક્તિના માલિક હોવા છતાં હાથપગમાં વા કે લકવાની અસર થાય તો લાકડા જેવા થઈ જઈએ. આ આપણી દશાનું સર્જન કોણે કર્યું?
કોઈ અજ્ઞાત શક્તિ નથી પણ આપણી જ અવળી પોદ્ગલિક દશા તરફના ઝુકાવવાની દિશામાં વપરાયેલ શક્તિનું આ ફળ છે. તેથી આજના પનોતા દિને આ કર્મ શક્તિ, જે આપણા અજ્ઞાન, પ્રમાદાદિથી આપણને કબજામાં લેવા તૈયાર થઈ છે તેને ખંખેરવા, સદગુરૂના ચરણે જાતનું સમર્પણ કરી, શ્રી નવકાર મહામંત્રના શરણે વૃત્તિઓને ટકાવી રાખી, પરમેષ્ઠીઓની આજ્ઞાનું વિશુદ્ધ પાલન કરવા સમર્થ થઈએ એ જ મંગલ કામના. (પા. ૨૯૭).
| શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org