________________
આ ૬. જ્ઞાનીઓની સેવા = ઉત્પન્ન થયેલ ઉપરની જિજ્ઞાસાની પૂર્તિ
માટે તેવા યોગ્ય જ્ઞાની ગીતાર્થ ગુરૂનાં ચરણોની સેવા ભક્તિ કરવાની કામના જાગે.
ઉપરના છ લક્ષણો સદનુષ્ઠાનનાં છે. આવું સદનુષ્ઠાન મોટેભાગે નિર્જરાના વિકાસ તરફ આપણને લઈ જાય. અવાંતરભાવે પુણ્ય બંધાય તો તે પુણ્યાનુબંધી કક્ષાનું બંધાય.
ક્રિયાઓ જ્ઞાની નિર્દિષ્ટ પદ્ધતિએ, સ્વસ્વકક્ષાનુરૂપ, ગુરૂઆજ્ઞાથી જ્ઞાની સદ્ગુરૂની નિશ્રાએ આચરવામાં આવે તો, તે ધર્મક્રિયાઓ મોહનાં સંસ્કારોનો વિશિષ્ટ ક્ષયોપશમ કરી, અંતરમાં અજવાળું પાથરે. પરિણામે ઉપર જણાવેલ છ લક્ષણવાળું સદનુષ્ઠાન આપોઆપ આચરવાની ભૂમિકા મળે. માટે વિવેકી પુણ્યાત્માઓએ જ્ઞાનયોગના પરિપાકરૂપે ક્રિયાઓને વ્યવસ્થિત રીતે આચરી સદનુષ્ઠાનરૂપે પલટાવી આંતરિક શુદ્ધિના તત્ત્વને વિકસાવવાની જરૂર છે.
તમો પૂર્વ જન્મના વિશિષ્ટ પુણ્યના કે ગત ભવોમાં જ્ઞાનીનિર્દિષ્ટ યથોચિત ક્રિયાઓની વિધિના લક્ષ્યપૂર્વક કરેલી આચરણાના બળે આ ભવમાં વિશિષ્ટ સમજણ અને પ્રભુશાસનને ઓળખવાની તમન્ના તેમજ તદનુરૂપ યોગ્ય સાધનોની પ્રાપ્તિ કરી શક્યા છો. તો તેની સફળતારૂપે ક્રિયાઓને સદનુષ્ઠાનપણે પરિણાવવાની સત્યપ્રવૃત્તિનો ભવ્ય પુરૂષાર્થ કરો એ મંગળ કામના. (પા. ૨૮૨)
૧૧.
પાટણ – તા. ૧૮-૧૧-૮૫
નૂતન વર્ષની શુભકામના.
શ્રી જૈન શ્વે, મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
(૨૦૩)
૨૦૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org