________________
ચારૂપ તીર્થ. તા. ૧૬-૭-૮૫
જિનશાસનની યથોક્ત ક્રિયાઓ વ્યવસ્થિતપણે વિધિના આગ્રહ સાથે કરવામાં આવે તો તે ક્રિયાઓ મોહના સંસ્કારોના ક્ષયના પરિણામે સદનુષ્ઠાનરૂપ થવા પામે છે - જે સદનુષ્ઠાનથી માત્ર નિર્જરા જ થાય.
૧૦.
આ સદનુષ્ઠાનનું લક્ષણ યોગદૃષ્ટિ સમુચ્ચય નામના ગ્રંથમાં પરમપૂજ્ય આ. શ્રી હરિભદ્રસૂરિ મ. આ રીતે જણાવે છે કે -
આવર: રખે પ્રીતિ, વિઘ્ન: સંપવામ: |
'
जिज्ञासा तत्रिसेवा च सदनुष्ठानलक्षणम् ।
અર્થાત્ જો ક્રિયાઓ જ્ઞાની ગીતાર્થ ગુરૂની નિશ્રાએ, મર્યાદાના પાલન અને વિધિપરાયણ બની કરાય તો નીચેનાં છ લક્ષણો જીવનમાં વિકાસ પામે.
૧.
આદ૨ = હૈયાનો ઉમળકો.
-
૨. અંતરંગ પ્રીતિ – રૂચિ = ક્રિયા કરતી વખતે અંતરના ઉલ્લાસની ભેળવણીથી તન્મય થવાની પ્રવૃત્તિ.
૩. વિઘ્ન - અંતરાયોનો નાશ = વિશિષ્ટ ક્રિયાઓના આસેવનથી નિર્જરા અને એમાંથી ઉપજતા વિશિષ્ટ પુણ્યના બળે અંતરાયભૂત તત્ત્વોનો નાશ થવા માંડે.
૪. સારી પરિસ્થિતિનું સર્જન = ક્રિયાઓની વિધિશુદ્ધ આચરણાથી પાપકર્મોનું બળ ઘટવાથી, અનુકૂળ વાતાવરણાદિની પ્રાપ્તિ થવા પામે, જેથી ક્રિયા વ્યવસ્થિત સાનુબંધ થાય.
૫. જિજ્ઞાસા = ક્રિયાના સ્વરૂપની વિશેષતા, તેના ફળ રૂપે થતાં કર્મોના ક્ષયોપશમ આદિ અંગે, આંતરિક જિજ્ઞાસા પ્રગટે.
શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ
Jain Education International
૨૦૨
For Private & Personal Use Only
www.jainelibrary.org