________________
૭. ગુરૂદેવના પત્રો જેનપત્ર સાહિત્યની વિવિધતામાં અનોખી ભાત પાડનાર ગુરૂદેવના પત્રો છે. અર્વાચીન કાળમાં રત્નત્રયીની આરાધનાની સાથે વિશેષ રીતે યુવાનોને ધર્મમાર્ગમાં સ્થિર કરીને બાળકો અને વડીલોને પણ માર્ગદર્શન આપીને માનવજીવન જીવવા જેવું છે અને તેમાં જ આત્માના કલ્યાણની મુક્તિની સાધના થઈ શકે છે એવા પ્રેરક વિચારોનો સામગ્રી ગુરૂદેવના પત્રોમાં છે આ ગુરૂદેવ કોણ? તમને ખબર છે? સ્વ. ગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. પૂ. ગુરૂદેવ એ શિબિરના આદ્યસ્થાપક છે. શિબિરો દ્વારા આબાલ ગોપાલને જૈન ધર્મના પાયાના સંસ્કારોનું શિક્ષણ આપીને સાચા જેને બનાવવા જૈનત્વ પામવાનું મહામૂલ્યવાન સેવા કાર્ય કહો કે સુકૃત કહો તે કર્યું છે. પૂ.શ્રીએ શિબિરાર્થીઓને અને અન્ય વ્યક્તિઓને ઉદ્દેશીને પત્રો લખ્યા હતા. તેનું સંપાદન મુનિ અજિતશેખર વિજયજીએ કર્યું છે. આ સંગ્રહના પત્રો મુખ્યત્વે ત્રણ યુવાનો શ્રી સોભાગભાઈ માણેકલાલ, કુમારપાળ વી. શાહ અને મુકેશકુમાર નવનીતલાલને ઉદ્દેશીને લખાયા હતા. તદુપરાંત કેટલાક પત્રો પ્રસંગોચિત્ લખાયા હતા.
આ પત્રો વિશે પ્રકાશકીય નિવેદનમાં જણાવ્યું છે કે સામાન્ય અને વિશેષ યુવા વર્ગને વિસામો આપતું સદાબહાર વૃક્ષ, કંટાળેલાને તાજગી બક્ષનાર, ખિન્ન બનેલાને પ્રસન્ન બનાવનાર મહાનતાનો આદર્શ બતાવનાર અન્ ઉન્નતિનાં સોપાન સમાન ગુરૂદેવના પત્રો છે. આ મિતાક્ષરી પરિચયથી પૂશ્રીના પત્રોનું મૂલ્ય કેવું ને કેટલું છે તે અત્રે શબ્દોના આડંબરમાં ન દર્શાવતાં પત્રો દ્વારા સત્ય પામીને પૂ.શ્રીના વિચારો આત્મસાત્ કરવા વડે માનવજીવનનું સાફલ્ય ટાણું જ
ક શ્રી જૈન શ્વે. મહાવીર સ્વામી ભગવાનની પેઢી, વલસાડ કી
૨૦૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org