________________
સરસ્વતી પ્રસન્ન થઈ. એમની જીભે સાચે જ સરસ્વતીનો વાસ થયો હતો. પૂ. શ્રીએ સંયમ જીવનમાં ઉપયોગી ષડાવશ્યકસૂત્ર, અન્ય દર્શન શાસ્ત્રો, જ્યોતિષ, ૧૮ કોષ, કૌમુદી વ્યાકરણ, પિંગળ સ્વરોદય, તત્ત્વાર્થ સૂત્ર, આવશ્યક બૃહદ્રવૃત્તિ, વિશેષાવશ્યક ગ્રંથો ઉપરાંત હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજી ઉપાધ્યાયના ગ્રંથોનો અભ્યાસ કરીને જ્ઞાનસાગરની જ્ઞાન રમણતામાં નિમગ્ન થયા. એમના વ્યાખ્યાનમાં તત્ત્વજ્ઞાનની સરિતા વહેતી હતી જે શ્રોતાઓને આત્માભિમુખ થવા માટે અનન્ય પ્રેરક તથા માર્ગદર્શક બની હતી.
દેવચંદ્રજી ખરતરગચ્છના ૬૧મી પાટે આ. જિનચંદ્ર સૂરિના શિષ્ય ઉપા. પુણ્યપ્રધાન, તેમના શિષ્ય સુમતિ સાગર તેમના શિષ્ય સાધુરંગજી અને તેમના શિષ્ય રાજસાગરજી તેમના શિષ્ય જ્ઞાનધર્મ ઉપા. તેમના શિષ્ય દીપચંદજી પાઠક ઉપાધ્યાયના શિષ્ય દેવચંદ્રજી હતા.
તેઓશ્રી કવિ હોવાની સાથે મહાન તત્ત્વવેત્તા હતા. એમની કૃતિઓમાં અને વ્યવહારમાં તત્ત્વજ્ઞાનના નાના મોટા સંદર્ભો પ્રાપ્ત થાય છે. એમના શિષ્યો મનરૂપજી અને વિજયચંદજી હતા. પૂ. શ્રીએ અંતિમ ચાતુર્માસ અમદાવાદમાં દોશીવાડાની પોળમાં કર્યું હતું ત્યારે વાયુના પ્રકોપથી પીડા થઈ અને સમાધિપૂર્વક સં. ૧૮૧૨ના ભાદ્રપદ અમાવસ્યાને દિવસે રાત્રિનો એક પ્રહર વીત્યા પછી દેવગતિ પામ્યા (કાળધર્મ થયો.). આ સંક્ષિપ્ત પરિચય એમના પત્રોમાં રહેલા તત્ત્વજ્ઞાનના સંદર્ભમાં આપવામાં આવ્યો છે.
અધ્યાત્મયોગી મહાત્મા પંડિત દેવચંદગ્રજીના સાહિત્યનો પરિચય નીચે પ્રમાણે છે.
ધ્યાન દીપિકા ચતુષ્પદી(સં. ૧૭૬૬) દ્રવ્યપ્રકાશ ભાષા (સં. ૧૭૬૭), અતીતજિન ચોવીશી, અધ્યાત્મ ગીતા, ચોવીશી સોપજ્ઞ
(૭૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org