________________
અર્વાચીન કાળમાં વધુ પ્રચલિત બન્યું છે ત્યારે તેના ભૂતકાળ તરફ વિહંગાવલોકન કરતાં એમ લાગે છે કે જૈન સાધુઓએ માત્ર પરંપરાગત કાવ્યોનું સર્જન નથી કર્યું પણ તેમાં પોતાની સર્જક પ્રતિભાથી નવીનતા લાવવાનો પ્રશસ્ય પુરૂષાર્થ કર્યો છે તેની સહર્ષ નોંધ લેવી જોઈએ. એટલે જૈન પત્ર સાહિત્ય ભા. ૧ પત્ર સ્વરૂપના વિકાસની ભૂમિકા દર્શાવવાની સાથે જૈન સાહિત્યની નવીનતા અને સમૃદ્ધિનું પ્રતીક છે.
ભા. ૨
જૈન પત્ર સાહિત્ય (અર્વાચીન) પુસ્તક પ્રથમ પ્રગટ કર્યા પછી જૈન પત્ર સાહિત્ય ભા. ૧ વાચકવર્ગ સમક્ષ ભેટ ધરવામાં આવે છે. આ પુસ્તકમાં કેટલાંક પ્રગટ લેખ-પત્રની સાથે અપ્રગટ લેખ-પત્ર હસ્તપ્રતોને આધારે તૈયા૨ ક૨વામાં વધુ સમય અને શ્રમ માંગે તેમ હોવાથી ભા. ૧ હવે પ્રગટ કર્યો છે. બંને ભાગના અભ્યાસથી જૈન પત્ર સાહિત્યની સૃષ્ટિ અધ્યાત્મ માર્ગની યાત્રામાં પૂરક પોષક અને પ્રેરક બનશે એવી શ્રદ્ધા છે. મોટા ગ્રંથોના વિસ્તારયુક્ત જ્ઞાનના અર્કરૂપ પત્રોના વિચારો ચિંતન-મનન કરીને આત્મવિકાસમાં ઉપકારક નીવડશે એવી અપેક્ષા ઉચિત લેખાશે.
આ પુસ્તક એક સાધન છે અને તેના દ્વારા આત્મ કલ્યાણનું સાધ્ય સિદ્ધ થવામાં માર્ગદર્શક બને તો સંપાદકનો પરિશ્રમ સફળ થયો ગણાશે.
ધાર્મિક સાહિત્ય ગમે તે સ્વરૂપમાં હોય પણ તેનું લક્ષ્ય માત્ર સમય પસાર કરવા માટેનું નથી એમ માનીને તેનો સહૃદયી અભ્યાસ થાય તો આવાં પુસ્તકો મોંઘે૨ા માનવ જન્મને સાર્થક કરવા માટેનું અમોઘ શસ્ત્ર બને. સાહિત્ય દ્વારા આનંદ પ્રાપ્ત થાય પણ આવો ભૌતિક આનંદ ન ગણતાં આત્માનંદની સ્થિતિની અનુભૂતિને મહત્વની ગણવી જોઈએ તો જ સાચો અભ્યાસ કરી શકાય.
Jain Education International
૧૩
For Private & Personal Use Only
www.jainelibrary.org