________________
કવિએ વિવિધ ઉપમાઓ અને દૃષ્ટાંતો દ્વારા રામચંદ્રજીના વિરહની વ્યથાને નિરૂપણ કરવાની સાથે સીતા માતાના વ્યક્તિત્વનો વિશિષ્ટ રીતે પરિચય કરાવ્યો છે. સામાન્ય રીતે સીતા વિરહને વ્યક્ત કરવામાં જે વિચારો વ્યક્ત થતા હોય છે તે શૈલીમાં અહીં રામચંદ્રજીનું હૃદય સીતા વિરહને વ્યક્ત કરે છે.
રામલેખમાં કોઈ સાંપ્રદાયિક વિચારોનો સમાવેશ થયો નથી પણ આદર્શ દંપતી તરીકે રામસીતાના અભૂતપૂર્વ અનુપમેય અને અલૌકિક સ્નેહ ભાવનાને પ્રગટ કરવામાં આવી છે. આ લેખ મધ્યકાલીન પત્રનો એક નમૂનો બનવાની સાથે ઉચ્ચ પ્રાય ભાવનાને મૂર્તિમંત રીતે આલેખે છે. રામ લેખ પત્ર
સ્વસ્તિ શ્રી લંકા જ્યાંહિ યે ઉપદ્મન ત્યાંહિ હો વાંચે મૃગનયણી લખી રામજી વિરહ કો કે લિખા સીતાજી ઉપરિ સુવિશેષણે. હો. ||૧|| માને મૃગનયણી લખી લેખને મુદ્રકીએક પવન સુત તેડી વિવેક હો.વા. લેખ મુદ્રિકા હનુમંત જાઈ દીયો સીતાને સુખદાઈ હો સીતા. ।।૨।। લેઈ મુદ્રિકા હિયડા સનિધિ સીતાજી ભીંડિબાથિ હરસી મુદ્રા આલંગ, મનસ્યુ માન પ્રિતમ અડે એ મુજ મન સુવિહોષણે હો સીતા. ।।૩ ।। વાંચે લેખ પ્રિતમ કેરો આણી મન નેહ ઘણેરો હો સીતા, સમાચાર રઘુનાથ લીખી આવ્યો તેહને હાથી હો. સીતા. ||૪|| જબ રાવણ લે ગયો તુજને વાધી વિરહ વ્યથા તવ મુજને હો., તે તો દુઃખદાય હિયડે સાલે કિરતારછ્યું કાંઈ ન ચાલે હો. ।।૫।। મન મહારો તુજ મુખ કુલ, જોવા ઘરે પ્રિતમ અમૂલ હો સી., તુજ વિના સુનો સંસાર તુજ વિના અફલ અવતાર હો સી. IIFI આલિંગનને અધિકારે તુજ વિરહા બિરતી જિવારે, નિજ હારજે કંઠ વિલગો તે ઉરથી કરતો અલગો હો. સી.
ન
||૭||
Jain Education International
૧૫૧
For Private & Personal Use Only
www.jainelibrary.org